Home /News /gujarat /

બિહાર ચૂંટણી : સર્વેમાં લાલુ-નિતિશ ભાજપ પર ભારે

બિહાર ચૂંટણી : સર્વેમાં લાલુ-નિતિશ ભાજપ પર ભારે

બિહાર ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય તડજોડના સમીકરણો તેજ બન્યા છે. પરંતુ આ સંજોગોમાં લાલુ-નિતિશનું ગઠબંધન ભાજપ માટે ભારે થઇ પડતું જોવાઇ રહ્યું છે. પાંચ તબક્કામાં યોજાનાર આ ચૂંટણીએ દેશમાં ચર્ચાઓ જગાવી ત્યારે ભાજપ માટે હરીફ ગઠબંધન બંને છાવણી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # બિહાર ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય તડજોડના સમીકરણો તેજ બન્યા છે. પરંતુ આ સંજોગોમાં લાલુ-નિતિશનું ગઠબંધન ભાજપ માટે ભારે થઇ પડતું જોવાઇ રહ્યું છે. પાંચ તબક્કામાં યોજાનાર આ ચૂંટણીએ દેશમાં ચર્ચાઓ જગાવી ત્યારે ભાજપ માટે હરીફ ગઠબંધન બંને છાવણી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે.

પાંચ તબક્કાની ચૂંટણીમાં પ્રથમ મતદાન 12 ઓક્ટોબરે થનાર છે અને અંતિમ મતદાન પાંચ નવેમ્બર થશે અને મત ગણતરી આઠ નવેમ્બરે થવાની છે. કેન્દ્રની મોદી સરકાર અને બિહારની નિતિશની સરકાર બંને માટે આ ચૂંટણી મહત્વની સાબિત થવાની છે.

આ ચૂંટણી જીતવા ભાજપે એડીથી ચોટીનું જોર લગાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત મેદાનમાં ઉતરી આવ્યા છે તો સામે પક્ષે નિતિશકુમારે લાલુ પ્રસાદ યાદવ સાથે હાથ મીલાવી કરેલું ગઠબંધન ભાજપ માટે ભારે થઇ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભલે મુલાયમસિંહ આ ગઠબંધનમાંથી ખસી ગયા હોય પરંતુ જનતા પરિવારનું આ ગઠબંધન ભાજપને ભારે થઇ પડે તો નવાઇ નહીં એવું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે.
First published:

Tags: અમિત શાહ, નરેન્દ્ર મોદી, નિતિશકુમાર, બિહાર ચૂંટણી, ભાજપ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन