Home /News /gujarat /

તુવેર કાંડ મામલે મંત્રી રાદડિયાએ કહ્યું, 'વિસાવદમાં અત્યાર સુધીમાં એક પણ બોરીમાંથી હલકી ગુણવત્તાનો માલ મળ્યો નથી'

તુવેર કાંડ મામલે મંત્રી રાદડિયાએ કહ્યું, 'વિસાવદમાં અત્યાર સુધીમાં એક પણ બોરીમાંથી હલકી ગુણવત્તાનો માલ મળ્યો નથી'

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

કેશોદ તુવેર ખરીદી કાંડ મામલે 3100 બોરી હલકી કક્ષા ની તુવેર જોવા મળી, 3241 બોરીઓ સીલ કરી રાજ્ય સરકાર કોઈ ને છાવરવા માંગતી નથી જે કોઈ સંડોવાયેલ હશે તેમને છોડવા માં નહિ આવે : રાદડિયા

    ન્યૂઝ 18 ગુજરાતી : તુવેર કાંડ મામલે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની વચ્ચે રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે કેશોદમાંથી ખરીદાયેલી તુવેરમાંથી સરકારે 3241 બોરી સીલ કરી હતી. આ માલમાંથી તપાસના અંતે 31,00 બોરી તુવેર હલકી ગુણવત્તાની જણાતાં સરકારે જ પરક મોકલી દીધી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર કોઈને છાવરવા માંગતી નથી આ મામલે કોઈને છોડવામાં નહીં આવે.

    ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં તેમણે જણાવ્યું, “ કેશોદ તુવેર પ્રકરણમાં મેં પ્રથમ દિવસે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 31,00 બોરીની હલકી ગુણવત્તાની બોરી સામે આવી તેને રિજેક્ટ કરવામાં આવી હતી. આ આખું પ્રકરણ કોઈએ બહાર પાડ્યું તેવું નથી, સરકારે જ આ માલ રિજેક્ટ કર્યો હતો. અમે 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમે કોઈને છાવરવા માંગતા નથી. વિસાવદરમાં ધારાસભ્યએ જે આક્ષેપ કર્યો છે તેમાં અમારૂ ગ્રેડિંગ છે, માર્કેટિંગ યાર્ડમાં અમે 1500 બોરી ચકાસણી પુરી થઈ છે. આગામી 3 દિવસમાં તમામ ચકાસણી પુરી થઈ જશે, વિસાવદરમાંથી એક પણ બોરીમાંથી હલકી ગુણવત્તાનો માલ સામે આવ્યો નથી. ”

    જયેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે જે સાત વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવી છે તેમાં એક આસિસ્ટન્ટ ગોડાઉન મેનેજર બે મુકાદમ અને ત્રણ વેપારી છે એમ સાત વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jayesh radadiya, Statement, Tuver Sccam

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन