Home /News /gujarat /

છોટાઉદેપુરઃ18 વર્ષની વયે આઈ.ટી. ક્ષેત્રે જય ગજ્જરની અનોખી સિદ્ધિ

છોટાઉદેપુરઃ18 વર્ષની વયે આઈ.ટી. ક્ષેત્રે જય ગજ્જરની અનોખી સિદ્ધિ

છોટાઉદેપુરઃછોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ગામના સામાન્ય પરિવારના યુવક જય ગજ્જરે માત્ર 18 વર્ષની ઉમરે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેણે વિશેષ પ્રકારની માર્ક ઓપરેટીંગ સિસ્ટમનું ઈન્વેશન કરી કંપની સ્થાપી છે. શિરોલાવાલા હાઈસ્કૂલમાં ટ્રાયલ લૉન્ચ કરતાં તેનું સન્માન કરાયું હતું.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
છોટાઉદેપુરઃછોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ગામના સામાન્ય પરિવારના યુવક જય ગજ્જરે માત્ર 18 વર્ષની ઉમરે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેણે વિશેષ પ્રકારની માર્ક ઓપરેટીંગ સિસ્ટમનું ઈન્વેશન કરી કંપની સ્થાપી છે. શિરોલાવાલા હાઈસ્કૂલમાં ટ્રાયલ લૉન્ચ કરતાં તેનું સન્માન  કરાયું હતું.

જય ગજ્જરના કહેવા પ્રમાણે તેણે બનાવેલી આ ઓપરેટીંગ સિસ્ટમની વિશેષતાએ છે કે સૌથી ફાસ્ટ ચાલનારી આ સિસ્ટમમા એંડ્રોઈડ ફોનમા ચાલતી વોટ્સ-અપ,ફેસબુક, ઈમુ, લાઈન ,હાઈક , ટેલીગ્રામ ,ઈંસ્ટાગ્રામ સહિત ની તમામ એપ્લીકેશનો આ સિસ્ટમમા ઉપયોગ કરી શકાશે અને તે પણ કોઈ પણ સોફ્ટવેર ડાઉનલોડ કે ઈંસ્ટોલ કર્યા વિના, બીજુ આ સિસ્ટમ વાઈરસ ફ્રી રહેશે. વિન્ડોમા જે ફાઈલો ઓપન નથી થતી તેવી તમામ ફાઈલો માર્ક ઓપરેટીંગ સિસ્ટમ મા ઓપન કરી પ્લે કરી શકાશે. ધોરણ 10 સુધી નો અભ્યાસ કર્યા બાદ ગાંધીનગર મા સરકારી કોલેજમા આઈ ટી મા ડિપ્લોમાનો અભ્યાસ કરી રહ્યો છે.અને  પોતાની એક કંપની બનાવી છે જેનુ નામ છે SPG INFOTECH.

જય ગજ્જરે ડેવલપ કરેલી આ સિસ્ટમ નુ નામ છે માર્ક ઓપરેટીંગ સીસ્ટમ. અને તેને માર્કેટ મા લોંચ કરવા તેણે તેની આ સિસ્ટમ માટે ટ્રેડ્માર્ક અને પેટર્ન તેમજ કોપીરાઈટસ માટે એપ્લાઈ પણ કરી દીધુ છે.

બોડેલી ગામની એક હોટલ મા નોકરી કરી પોતાના પરિવારનુ  ગુજરાન ચલાવતા પ્રદીપ ભાઈ ગજ્જરે પોતાની આર્થીક પરિસ્થિતિ મુજબ પુત્ર જયને બોડેલીની ગુજરાતી માધ્યમની શિરોલાવાલા હાઈસ્કુલ મા ધોરણ 10 સુધી અભ્યાસ કરાવ્યો , રાજ્યમા બોર્ડ્ની પરીક્ષામા સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુર જિલ્લા નુ આવતુ હોવા છતા ઉંચી ટકાવારી સાથે ધોરણ 10 મા પાસ થનાર પોતાના દીકરાને કોઈ મોટી ખાનગી સેલ્ફ ફાઈનાંસ કોલેજ મા મુકવાની પરિસ્થિતિ ન હોવાથી તેની ટકાવારી મુજબ તેને ગાંધીનગર ખાતે આવેલ સરકારી કોલેજ મા આઈ ટી મા ડિપ્લોમા મા એડમિશન મળ્યુ હતુ, જ્યા તેને સાથે સાથે કોમ્પ્યુટર હેકિંગના ક્લાસ જોઈંટ કર્યા  અને આ સિસ્ટમની શોધ કરી, અને પોતાના પિતા અભ્યાસમા ધ્યાન આપવાને બદલે અન્ય જગ્યાએ સમય બગાડે છે તેવો ઠપકો ન આપે તેમાટે તેમને પણ આ બાબતથી અજણ રાખ્યા હતા પરંતુ આજે તેના જ્યારે તેણે  જે સિધ્ધિ મેળવી અને જે નામના મેળવશે અને પોતાનુ તથા દેશ નુ નામ રોશન કરશે તે માટે તેના માતા-પિતા પણ ગૌરવ ની લાગણી અનુભવી રહ્યા છે.

મિસાઈલ અગ્નિ 3 અને વિશ્વની સૌથી વધુ વેગવંતિ ક્રુઝ મિસાઈલ બ્રહ્માનુ સંસોધન કરનાર અને આપણા દેશના મહાન વૈજ્ઞાનિક ડો. એ પી જે અબ્દુલ કલામે કહ્યુ હતુ કે Cynicism of ‘’ why- it- won’t -work ‘’Is an easier trap. But only when you get above this and have a dream and the belief in the dream can you really get to achieve something substantial. બસ મન મા એક વિચાર આવ્યો કે હુ કેમ ન કરી શકુ? અને આજ પ્રશ્ન તમારા માટે બની જાય છે તમારો આત્મવિશ્વાસ  જરુર છે એક નવા વિચારની..એક એવા સ્વપ્નની.જે જગાવશે તમારો આત્મવિશ્વાસ અને જો તમારા સપના ને સાકાર કરવા આત્મ વિશ્વાસ રાખીને મહેનત કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે.
First published:

Tags: અભ્યાસ, આઇટી, ગુજરાત, શિક્ષણ

આગામી સમાચાર