પાકિસ્તાનમાં કેન્સલ કર્યો હતો શો હવે ભડક્યો જાવેદ અખ્તરનો ગુસ્સો, ઇમરાનને સંભળાવી આ વાત

જાવેદ અખ્તર

પુલવામા હુમલાનાં જવાબમાં ભારતનાં પાકિસ્તાનને 'એર સ્ટ્રાઇક'નો જવાબ આપ્યો છે. તે બાદ વિંગ કમાંડર અભિનંદનને લઇને બંને દેશ વચ્ચે તાણ વધતી જઇ રહી છે

 • Share this:
  મુંબઇ: પુલવામા હુમલાનાં જવાબમાં ભારતનાં પાકિસ્તાનને 'એર સ્ટ્રાઇક'નો જવાબ આપ્યો છે. તે બાદ વિંગ કમાંડર અભિનંદનને લઇને બંને દેશ વચ્ચે તાણ વધતી જઇ રહી છે. જ્યાં એક તરફ બોલિવૂડ સ્ટાર્સ અભિનંદનનાં પરત આવવા પર ખુશ છે ત્યાં ગીતકાર-લેખક જાવેદ અખ્તરે પાકિસ્તાન પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. તેણે પોતાનો ગુસ્સો એક કાર્યક્રમ દરમિયાન જાહેર કર્યો છે. જ્યાં તેમણે આતંકીઓ પર પાકિસ્તાનનાં વલણ અંગે નિવેદન આપ્યુ છે.

  હાલમાં જ મુંબઇનાં એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા આવેલાં જાવેદ અખ્તરે મીડિયા સાથે ઘણાં મુદ્દાઓ પર વાત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન જાવેદ અખ્તર પાકિસ્તાન પર ખુબજ ગુસ્સે થયા હતાં. તેમણે કહ્યું હતું કે, 'હું સમજી નથી શકતો કે પાકિસ્તાનનો એજંડા શું છે? તે લોકો આતંકવાદ પ્રાયોજિત કરીને શું હાંસેલ કરવા માંગે છે. આ વાત સૌ કોઇ જાણે છે કે આતંકવાદી સંગઠનનું તેઓ સમર્થન કરે છે પણ તે વાતનો હમેશાં ઇન્કાર કરે છે.'

  જાવેદ અખ્તરે મસૂદ અઝહરનો પણ મુદ્દો ઉઠાવ્યો તેમણે કહ્યું કે, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં સંસ્થાપક મસૂદ અઝહરને ભારતીય જેલમાંથી ત્યારે છોડવામાં આવ્યો હતો જ્યારે તેને ભારતીય વિમાનનું અપહરણ કરી લીધુ હતું. તે બાદ તે કેવી રીતે કંધારથી પાકિસ્તાન પહોચ્યો. પાકિસ્તાન આતંકી મસૂદ અઝહરની ધરપકડ કેમ નથી કરતો.' સાથે જ તેમણે એમ પણ કહ્યું કે હાલમાં પરિસ્થઇતિ ખુબજ ખાબ છે. ભારત દર વખતે શાંતિ બનાવી રાખી શકે નહીં. ક્યારેક તો જવાબ આપવાનો જ હતો.

  તેણે કહ્યું કે, પાકિસ્તાની કલાકાર પર પ્રતિબંધ જેવી બાબાતો તો સર્વ સામાન્ય છે. સીમા પાર જે થઇ રહ્યું છે તેને રોકવું જોઇએ. આપને જણાવી દઇએ કે પુલવામા હુમલા બાદ જાવેદ અખ્તર અને શબાના આઝમી પાકિસ્તાનમાં થનારી એક અહમ ઇવેન્ટને કેન્સલ કરવામાં આવી હતી.
  Published by:Margi Pandya
  First published: