Home /News /gujarat /

'અમારું ટીમવર્ક અને વિકાસના મુદ્દાને પ્રજાએ આવકાર્યો'; 'સરકારે શામ, દામ, દંડ, ભેદ બધું જ ભરપૂર વાપર્યું'

'અમારું ટીમવર્ક અને વિકાસના મુદ્દાને પ્રજાએ આવકાર્યો'; 'સરકારે શામ, દામ, દંડ, ભેદ બધું જ ભરપૂર વાપર્યું'

જસદણ ચૂંટણી મામલે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ તેમના અભિગમ રજુ કરે છે જરૂર. કિન્તુ આખરે તો ‘જનાદેશ’ને માથે ચઢાવવો જ ઉચિત લેખાશે.

જસદણ ચૂંટણી મામલે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ તેમના અભિગમ રજુ કરે છે જરૂર. કિન્તુ આખરે તો ‘જનાદેશ’ને માથે ચઢાવવો જ ઉચિત લેખાશે.

   ન્યૂઝ18 ગુજરાતી :

  જસદણની પેટાચૂંટણી આખરે ભાજપ જીતી ગયું. કુંવરજીભાઇ વિજેતા બન્યા અને આ વિજય માટે ભાજપ કુંવરજીભાઈની વ્યક્તિગત શાખ અને પક્ષની મહેનતનું સુભગ મિશ્રણની સાથે-સાથે ટીમ વર્ક અને વિકાસના માપદંડને  માન્યતા આપે છે તો સામેપક્ષે કોંગ્રેસ સત્તાના દુરુપયોગ અને ચૂંટણી જીતવા સરકારે અખત્યાર કરેલી શામ, દામ, દંડ, ભેદની નીતિ મૂળમાં હોવાનું જણાવે છે.

  "અમે અમારી વાત મતદારો સુધી અસરકારક રીતે પહોંચાડી શક્યા"

  આ મામલે ન્યૂઝ18 ગુજરાતી.com એ બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી અને તમનો મત જાણ્યો. અમે જસદણ પેટાચૂંટણી માટે ભાજપના ઇન્ચાર્જ વરિષ્ઠ મંત્રી સૌરભભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “આ પૂર્ણતઃ ટિમ વર્ક હતું,  ઓરગેનિઝયેશન સ્ટ્રેન્ગ્થ હતી, માઈક્રો પ્લાનિંગ, કોમ્યુનિટી- વાઇસ, કાસ્ટ- વાઇસ, ફેમિલી વાઇસ અમે બેઠકો કરી. જે કઈ સમસ્યાઓ હતી તે સમજાવવા અમે પરિવાર દીઠ 'ખાટલા મિટિંગ' કરી લોકો સુધી અમારી વાત પહોંચાડી.

  કોંગ્રેસ દ્વારા પણ તાકાત લગાવવામાં આવી હતી, તેમણે પણ તેમના 32 ધારાસભ્યો લગાવ્યા હતા. પરંતુ અમે વિકાસની વાત કરી, અમે પ્રજાજનોને એ સમજાવ્યું કે કોઈપણ ધારાસભ્ય કરતા કેબિનેટ રેન્કના પ્રધાન તમારા પ્રશ્નોને સારી રીતે સમજીને તેને વધુ ઉચિત ન્યાય આપી શકશે. આ ઉપરાંત કુંવરજીભાઇ વર્ષો સુધી અહીં રહ્યા છે એટલે સ્થાનિકોની સમસ્યાઓને સારી રીતે જાણે છે.

  શું આ જીત કુંવારજીભાઈની વ્યક્તિગત છે કે પક્ષની ? તે અંગે સ્પષ્ટતા કરતા સૌરભભાઈએ જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે ગત ચૂંટણીમાં લગભગ 9000 મતોએ જીત્યા હતા. આ વખતે તમે જીતના મતોનું અંતર જુઓ. તેઓ લગભગ 20,000 મતોથી જીત્યા છે એ દર્શાવે છે કે, પાર્ટીનો પૂરતો સહયોગ તેમાં રહેલો જ છે. હા, કોળી મતોની સાથોસાથ મુસ્લિમ અને હરિજન સહિતના સમજોમાં તેમનું ખાસ્સું પ્રભુત્વ રહયું પરંતુ આ વખતે પાટીદાર અને ઉજળિયાત કોમના મત મળ્યા છે તે સૂચવે છે કે, પક્ષનો સહયોગ અને વિચારધારા પણ કામ આવી. વળી, અમારા વરિષ્ઠ નેતાઓ અહીં પ્રત્યેક ગામોમાં હાજર હતા, જેનો પણ ફાયદો થયો.”

  "પેટાચૂંટણીમાં સત્તાપક્ષ પ્રભાવી રહે છે"

  આ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “પેટા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ હંમેશા મતદારોને પ્રભાવિત કરે છે. ભારતીય જનતા પાર્ટી માટે આ પ્રતિષ્ઠાનો સવાલ હતો. તેમણે આ ચૂંટણીમાં સત્તા અને પૈસાનો ભરૂપુર ઉપયોગ કર્યો. વળી, જે-તે સમયે જયારે કુંવરજીભાઇ કોંગ્રેસ છોડીને ગયા ત્યારે પક્ષનું સંગઠન પણ સાથે જ લેતા ગયેલા, જેનો અવકાશ કોંગ્રેસને અસર કરી ગયો હોય તેવું કહી શકાય”

  "આ વિકાસની હકારાત્મકતાનો વિજય છે"

  જયારે આ વિજય વિકાસનો વિજય હોવાનું સ્પષ્ટતાથી માનતા ભાજપના પ્રવક્તા અને પૂર્વ વરિષ્ટ મંત્રી ઇન્દ્રવિજયસિંહ જાડેજા જણાવે છે કે, “લોકોએ વિકાસને સ્વીકાર્યો છે, કોંગ્રેસની વિકાસ પ્રત્યેની નકારાત્મકતાને જસદણની પ્રજાએ નકારી દીધી છે. કોંગ્રેસ વ્યક્તિગત રીતે જયારે અમે ટીમમાં કામ કરીયે છીએ. અમારા મંત્રીઓએ તાલુકે-તાલુકે, ગામે-ગામ મંત્રીપદ ભુલાવીને પક્ષના એક અદના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે, તેનું આ પરિણામ છે. અમારા કોઈ મંત્રીને બુથ ઉપર કામ કરવામાં કોઈ સંકોચ નથી થયો.

  વળી, જસદણની પ્રજાને પણ લાગ્યું કે તેમના નેતાને કોઈ લાભ મળી શકે તેવું પદ ભાજપે આપ્યું છે. વર્ષોથી નરેન્દ્રભાઈ મોદી રાજયમાં વિકાસના જે કામો કરતા આવ્યા છે તેને પ્રજાએ પોંખ્યા છે.”

  ભલે આ જ્ઞાતિગત સમીકરણો વાળી બેઠક રહી હોય કિન્તુ કોળી જ્ઞાતિએ એ પણ જોયું કે કયો નેતા સારો છે. રહી વાત ભાજપ કે કુંવરજીભાઇ ની વ્યક્તિગત તાકાતનો તો એ પણ સ્પષ્ટ છે કે, આ જીત બંનેની મહેનતનું સુભગ સંમિશ્રણ છે. કોંગ્રેસ ભલે ખેડૂતોની વાત આગળ ધર્યા કરતી હોઈ પરંતુ કોંગ્રેસના 10વર્ષના શાસનની દૃષ્ટિએ જોઈએ તો અમે કૃષિ દર ડબલ ડિજિટમાં લઇ આવ્યા, વીજબિલમાં સબસીડી આપી અને વર્ષે દહાડે લગભગ રૂ.4000 કરોડ રૂપિયા અમે વીજબિલની સબસીડી પેટે ખેડૂતોને આપી. ખેતી, ખેડૂત અને ગામડાની સમૃદ્ધિ માટે અમે વીજ, સિંચાઈ અને ઉત્પાદન વૃદ્ધિ  અમારા શાસનમાં થઇ છે", તેવું જાડેજા ઉમેરે છે

  "સરકારે તમામ સરકારી તંત્ર કામે લગાડ્યું"

  આ ચૂંટણી સરકાર વિરુદ્ધ જસદણની હતી તેવું જણાવી સત્તાધારી પક્ષ ઉપર આકરા પ્રહારો કરતા વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ન્યૂઝ 18 ગુજરાતી.કોમને જણવ્યું હતું કે, " આ વખતે જસદણ અને વીંછીયામાં પડેલા મતો રિવર્ટ થયા. ગત ચૂંટણીમાં કોંગ્રેસને લગભગ 17000 વોટની લીડ મળી હતી જસદણમાંથી, જે આ વખતે સંપૂર્ણ ફેરબદલ થઇ ગઈ.  આ વખતે કોંગ્રેસના 17095 મતો ઓછા થયા. આ ફેરબદલ એક મોટું કારણ રહ્યું।

  જો જ્ઞાતિગત સમીકરણોની વાત કરીયે તો વીંછીયામાં મોટા ભાગે કોળી પ્રભાવિત છે. આ ઉપરાંત, માલધારી અને અન્ય જ્ઞાતિની સાથે 4500 પાટીદાર મતદારો છે. જયારે જસદણ પાટીદાર પ્રભાવિત છે. હવે એક વાત વિચારવી પડે કે અગાઉની ચૂંટણી પટેલ એટલકે ડો.ભરત બોઘરા જે ભાજપી ઉમદેવાર હતા તેમની વિરુદ્ધ કોંગ્રેસના કોળી ઉમેદવાર કુંવરજીભાઇ વિરુદ્ધની હતી. આ વખતે કોળી વિરુદ્ધ કોળી વચ્ચે ચૂંટણી લડાઈ હતી, જેથી કોળી મતદારોમાં  વિભાજન થાય તે સમજી શકાય તેવી બાબત છે.

  ચૂંટણી પહેલાના ત્રણ દિવસોમાં કોળી મતોમાં થતું વિભાજન મેં જોયું છે. બંને ઉમેદવારો એક જ જ્ઞાતિના હોય ત્યારે એ સ્પષ્ટ છે કે લોકો મોટા અને પ્રભાવી ઉમેદવારની પસંદગી કરે ! આ અભિગમ કોળી મતદાતાઓમાં જોવા મળ્યો. મુદ્દે કુંવરજીભાઇ તરફથી મતદાતાઓનુ ધ્રુવીકરણ થયું.

  કોંગ્રેસનું સંગઠન કુંવરજીભાઇ સાથે ગયું હતું. અમારે તો રણમાં ખેતી કરવા બરાબર આ ચૂંટણી હતી. અમારી પાસે આઈડેન્ટિફાય વર્કર્સ નહોતા. સામે પક્ષે સરકાર અને ખાસ કરીને  મુખ્યમંત્રીનો આ વિસ્તાર હોઈ પ્રતિષ્ટાની લડાઈ હતી. અહીં દરેક સ્થળે સરકારી કર્મચારીને સરકારે કામે લગાડી દીધા હતા. પાણી-પુરવઠા વિભાગના કર્મચારીઓની તો બસો ભરાઈને આવી હતી. 105 ગામોમાં કયો કાર્યકર કમાન સંભાળશે એવી અમારી ચિંતા હતી ત્યાં સત્તાધારી પક્ષ દ્વારા ત્રણ કેન્દ્રીય મંત્રીઓ, 8 સંસદ સભ્યો, 50થી વધુ ભાજપી ધારાસભ્યો હતા.

  અમારો ઉમેદવાર ગરીબ અને નાનો માણસ હતો. ખાલી ખિસ્સે અમારે કાર્યકરોની મદદથી ચૂંટણી લડવાની હતી જયારે સામે પક્ષે એક મતના 25000 આપી દઈ સરકારે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી હતી. ગમે તે ભોગે આ ચૂંટણી જીતવાની હોવા છતાં કોંગ્રેસના 13000 વોટ્સ ઘટ્યા જયારે આટલું બધું તંત્ર કામે લગાડીને પણ ભાજપને ગત વર્ષ કરતા તો માત્ર 6500 મતો જ વધુ મળ્યા છે" એવું ધાનાણી ઉમેરે છે.

  ખેડૂતોની વાત કરતા ધાનાણી કહે છે કે,  ખેડૂતો અને કૃષિનો મુદ્દો એ રાજકીય નથી. અમે આ વર્ગને વાચા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાતમાં 54 લાખ, 48 હજાર ખેડૂતો છે. જે પૈકીના 34 લાખ ખેડૂતો નાના-સીમાંત ખેડૂતો છે. આ બધાની મળીને 39,000 કરોડનું કૃષિ લોનનું દેવું છે, ટર્મ લોન લગભગ 65-67000 કરોડની હશે. આ શું સૂચવે છે ?

  મુદ્દે , જસદણ ચૂંટણી મામલે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ તેમના અભિગમ રજુ કરે છે જરૂર. કિન્તુ આખરે તો ‘જનાદેશ’ને માથે ચઢાવવો જ ઉચિત લેખાશે.
  Published by:sanjay kachot
  First published:

  Tags: Opinion

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन