જાપાનનાં એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું બિઝનેસ સપોર્ટ સેન્ટર ગુજરાતમાં કાર્યરત થયું

જાપાનના પીએમ શિન્ઝો આબે અને મોદીની ફાઈલ તસવીર

  • Share this:
    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં જાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ‘જેટ્રો’ના બિઝનેસ સપોર્ટ સેન્ટરનું ઉદઘાટન કરતાં ર૦ર૦ સુધીમાં ગુજરાતમાં ૩ બિલીયન યુ.એસ.ડોલર્સના રોકાણો જાપાનીઝ ઊદ્યોગો આવે તેવું વાતાવરણ નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ર૦૦૩થી વાયબ્રન્ટ સમિટની સફળતામાં પાર્ટનર કન્ટ્રી તરીકે સહયોગી રહેલા જાપાનના વધુને વધુ ઊદ્યોગકારો-કંપનીઓ ગુજરાતમાં સરળતાથી રોકાણ કરી શકે, તે હેતુસર આ ફૂલ ફલેઝડ બિઝનેસ સપોર્ટ સેન્ટર રાઇટ ટાઇમ ફોર રાઇટ ચોઇસ છે.".

    મુખ્યમંત્રીએ ‘જેટ્રો’ના ચેરમેન હીરોયુકી ઇશીગે અને જાપાનના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ રયોજી નોડા તેમજ ઊદ્યોગ અગ્ર સચિવ મનોજકુમાર દાસ અને જાપાનીઝ ઊદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિમાં ભારતના સૌથી મોટા આ ‘જેટ્રો’ બિઝનેસ સપોર્ટ સેન્ટરને ખૂલ્લુ મૂકયુ હતું. આ પ્રસંગે જાપાનની ૧પ જેટલી કંપનીઓએ ગુજરાત સાથે ‘ઇન્ટરેસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ’ના MoU કર્યા હતા.

    વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ‘મેઇક ઇન ઇન્ડીયા’ ધ્યેયને પાર પાડવા જાપાનીઝ ઊદ્યોગ સાહસો ગુજરાતમાં રોકાણ, ઉત્પાદન કરીને સહભાગી થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, અમદાવાદમાં આ બિઝનેસ સપોર્ટ સેન્ટરના પ્રારંભથી જાપાન-ગુજરાતના વ્યવસાયિક સંબંધોને નવો વળાંક મળ્યો છે અને વધુ સુદ્રઢ થયા છે. આ સફળતા જાપાન-ગુજરાત એમ બંને માટે વિન-વિન સ્થિતી સર્જશે.

    મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેકટનો અધિકાંશ હિસ્સો ગુજરાતમાં છે. તેમજ ૧૬૦૦ કિલોમીટરના સમૂદ્રતટથી જાપાની કંપનીઓને ગુજરાતમાં ઉત્પાદિત પોતાની પ્રોડકટ વિશ્વના કોઇ પણ ભાગમાં સરળતાથી મોકલવાની સુવિધા મળશે.

    વિજય રૂપાણીએ ગુજરાત-જાપાન વચ્ચેના આ સહયોગને પ્રોત્સાહન આપવા બંને દેશો વચ્ચેના પોલિસી ડાયલોગ ફ્રેમવર્કને મહત્વપૂર્ણ ગણાવતાં કહ્યું કે, ગુજરાતે હાઇબ્રીડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જાપાન-ઇન્ડીયા ઇન્સ્ટીટયૂટ ફોર મેન્યૂફેકચરીંગની સ્થાપના તેમજ ખોરજ પાસે ૧૭પ૦ એકરમાં ઇન્ડો જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ તથા ઓટો વેલ્યુ ચેઇનના રાજ્યમાં સર્જન માટે અમદાવાદના ભગાપૂરામાં રોકાણ કરવા ઇચ્છુક કંપનીઓને જમીન પણ ફાળવી છે.
    Published by:Vijaysinh Parmar
    First published: