Big Accident: દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના ચાર સંબંધી સહિત 6ના Road Accidentમાં મોત

બિહારમાં રોડ અકસ્માતમાં સુશાંત સિંહ રાજપુતના ચાર સંબંધી સહિત છના મોત

લખીસરાય નજીક માર્ગ અકસ્માત (Road Accident) થયો હતો જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાં બે લોકોને જમુઈ જ્યારે બે લોકોને પટના રિફર કરવામાં આવ્યા

  • Share this:
    જમુઈ : બોલિવૂડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પરિવાર પર ફરી એકવાર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. બિહારના લખીસરાય જિલ્લા (Lakhisarai Road Accident)માં મંગળવારે સવારે જમુઈ જિલ્લા (jamui district)ના ખૈરા પોલીસ સ્ટેશન (khaira police station) વિસ્તારના ભંદ્રા ગામ (Bhandra Village)ના એક પરિવારના છ લોકોના એક અકસ્માત (Road Accident)માં મોત થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા છમાંથી ચાર સુશાંત સિંહ રાજપૂતના સગા સબંધી હતા. આ દુર્ઘટનામાં સુશાંત રાજપૂતના બનેવી અને હરિયાણા કેડરના આઈપીએસ અધિકારી ઓમ પ્રકાશ સિંહ (IPS Om Prakash Singh)ના ચાર સંબંધીઓના મોત થયા છે.

    ઓમપ્રકાશ સિંહની બહેનના અંતિમ સંસ્કાર કર્યા પછી, તેમની બહેનના પતિ અને તેમના બે પુત્રો અને એક પુત્રી સહિત કુલ 10 લોકો સુમો વિક્ટામાં સવાર હતા જેઓ અંતિમ સંસ્કારમાં હાજરી આપીને પટનાથી તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની કારને લખીસરાય નજીક માર્ગ અકસ્માત થયો હતો જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાં બે લોકોને જમુઈ જ્યારે બે લોકોને પટના રિફર કરવામાં આવ્યા છે.

    આ ઘટના લખીસરાય જિલ્લા (lakhisarai district)ના હલસી પોલીસ સ્ટેશન હેઠળના શેખપુરા રોડના પીપરા પાસે બની હતી, જ્યાં સુમો વિક્ટા અને ટ્રક સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં વિક્ટામાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, મૃતકોમાં લાલજીત સિંહ, નેમાની સિંહ, રામચંદ્ર સિંહ, બેબી સિંહ, અનીતા સિંહ અને પ્રિતમ સિંહનો સમાવેશ થાય છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ખૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે અને બધા એકબીજાના સગા છે, જ્યારે ડ્રાઈવર પ્રિતમ સિંહ સોનપેનો રહેવાસી હોવાનું કહેવાય છે.

    આ પણ વાંચો'સૂર્યવંશી' અક્ષય કુમારની 100 કરોડ'ની કમાણી કરનારી 15મી ફિલ્મ, જુઓ અગાઉ કઈં-કઈં ફિલ્મોએ કરી અઢળક કમાણી

    ઈજાગ્રસ્તોમાં બાલમુકુંદ સિંહ અને દિલખુશ સિંહનો સમાવેશ થાય છે, જેઓ ચૌહાંડીહના રહેવાસી છે, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને પટના રિફર કરવામાં આવ્યા છે, તેમના નામ બાલ્મિકી સિંહ અને ટોનુ સિંઘ છે, જેઓ પિતા-પુત્રના સંબંધમાં છે અને નવદિહાના રહેવાસી છે. ખાખરા વિસ્તાર છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ મૃતકના પરિજનોની હાલત અત્યંત કફોડી છે.
    Published by:kiran mehta
    First published: