Home /News /gujarat /Jamnagar: પતિએ MPથી આવીને જામનગરમાં રિસામણે બેઠેલી પત્ની ઉપર કર્યું firing, 8 મહિનાથી ચાલતો હતો વિવાદ
Jamnagar: પતિએ MPથી આવીને જામનગરમાં રિસામણે બેઠેલી પત્ની ઉપર કર્યું firing, 8 મહિનાથી ચાલતો હતો વિવાદ
જામનગરમાં ઘટના સ્થળની તસવીર
jamnagar crime news: મધ્યપ્રદેશથી (Madhya pradesh) જામનગર (Jamnagar) આવેલા પતિએ પત્ની (husband shoot wife) ઉપર ફાયરિંગ કર્યું હતું. જેના પગલે પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી..
જામનગરઃ ગુજરાતમાં (Gujarat) ક્યારેક ખંડણી માટે કે કોઈ અન્ય કારણોસર ફાયરિંગ (Firing) થવાની ઘટનાઓ સામે આવતી રહી રહે છે. પરંતુ જામનગરમાં એક વિચિત્ર ફાયરિંગની ઘટના બની હતી. જ્યાં (Madhya pradesh) મધ્યપ્રદેશથી જામનગર (Jamnagar) આવેલા પતિએ પત્ની (husband shoot wife) ઉપર ફાયરિંગ કર્યું હતું. જેના પગલે પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેના પગલે તેને સારવાર માટે હોસ્પિટલ (hospital) દાખલ કરવામાં આવી હતી. જોકે, પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને પતિને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
ઘટના અંગે વાત કરીએ તો જામનગરના (jamnagar news) દરેડ વિસ્તારમાં આવેલા મુરલીધર પાર્કમાં રહેતા પરિવારની પુત્રી આરાધનાના ઈન્દોરમાં રહેતા મિથુન નામના યુવક સાથે એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્નજીવનની શરૂઆતમાં જ પતિ-પત્ની વચ્ચે (husband-wife fight) વિવાદ થતાં આરાધના જામનગરમાં તેનાં માતાપિતા સાથે રહેવા આવી ગઈ હતી.
પતિ-પત્ની વચ્ચે છેલ્લા આઠ મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે આજે આરાધના તેના ઘર પર હતી ત્યારે જ ઈન્દોરથી તેનો પતિ મિથુન આવી પહોંચ્યો હતો અને રિવોલ્વર જેવા હથિયારમાંથી આરાધના પર બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો. આરાધનાને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સ મારફત જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ પોલીસે હુમલો કરી નાસી છૂટેલા પતિની શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં એક પતિએ પત્નીની હત્યા કર્યાની ઘટના સામે આવી હતી. સુરતમાં એક પતિએ પત્નીને કુકર મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના સુરતનાં અમરોલી વિસ્તારમાં બની છે. કે જ્યાં પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી વહેમીલા સ્વભાવના પતિએ પત્નીને માથામાં કૂકર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્ની પર કુકરથી હુમલો કર્યા બાદ પતિ સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. આરોપી પતિએ હોસ્પિટલમાં શરૂઆતમાં પત્ની પડી જતા ઈજા થઈ હોવાની વાત કરી હતી. જોકે, હોસ્પિટલના સ્ટાફને ઈજાના નિશાન પરથી શંકા જતા પોલીસને જાણ કરી હતી.
આ સમગ્ર ઘટનામાં પત્નીનું મોત નીપજ્યું હતું. પીએમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થઈ હતી. જેમાં માથામાં કૂકર મારવાને કારણે બ્રેઇન હેમરેજ થતા મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે, મૃતક 22 વર્ષીય આરતી પટેલ સૂરજ સાથે ભાગી ગઈ હતી અને છેલ્લા 6 વર્ષથી પતિ-પત્ની તરીકે બન્ને ઉત્રાણ હળપતિવાસમાં રહેતા હતા. છેલ્લા 15 દિવસથી પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી મારઝૂડ કરતો હતો. આ મામલે આરોપી પતિએ પોતાના રહેઠાણનું એડ્રેસ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારનું બતાવ્યું હોવાથી પુણા પોલીસ દોડી આવી હતી.
બાદમાં ઘટના અમરોલી વિસ્તારમાં બની હોવાથી પુણા પોલીસે અમરોલી પોલીસને જાણ કરી હતી. પોલીસે પતિની પૂછપરછ કરી જેમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આવેશમાં આવી પતિએ પત્નીને માથામાં કૂકર મારી દીધું હતું. અમરોલી પોલીસે મૃતક મહિલાના ભાઈ સુરેશ રાઠોડની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે પતિ સુરજ સંતોષ પટેલની સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.