Home /News /gujarat /

જામનગરમાં કલાકારોએ અનોખી પહેલ કરી, સરકારી હોસ્પિટલમાં કસરત માટે બનાવી આપી આધુનિક મશીનરી

જામનગરમાં કલાકારોએ અનોખી પહેલ કરી, સરકારી હોસ્પિટલમાં કસરત માટે બનાવી આપી આધુનિક મશીનરી

જામનગરમાં કલાકારોએ અનોખી પહેલ

જામનગર (Jamnagar) માં પણ ટાઉનહોલ ખાતે જાદુગર રોબર્ટ અને દીપક દવે દ્વારા જાદુ કે રંગ પાર્ટ-2 કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં જાદુગર જોબન ઉપરાંત મેજિશિયન પ્રિન્સ વિવેક, જાદુગર ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલા લાફ્ટર ચેલેન્જ કિંગ ધારશી બેરડીયા દ્વારા લોકોને મનોરંજન પુરુ પાડવામાં આવ્યું

વધુ જુઓ ...
    કિંજલ કારસરીયા, જામનગર : જામનગર (Jamnagar) ના કલાકારોએ કલાના માધ્યમથી સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરકારી હોસ્પિટલ (Goverment Hospital) માં સારવાર મેળવતા દર્દીઓ માટે કસરત વિભાગમાં અલાયદી સુવિધા ઊભી થાય તે હેતુથી સાથી હાથ બઢાના ની માફક જામનગરના જાદુગર રોબર્ટ અને લાફ્ટર ચેલેન્જ ના કોમેડિયન ધારશી બેરડીયા સહિતના કલાકારો ઉપરાંત જુનિયર અમિતાભ બચ્ચન અને જુનિયર ગોવિંદા સહિતના કલાકારોની ટીમે પોતાની કલાના કામણ રજૂ કરી લોકો પાસેથી ડોનેશન મેળવ્યું હતું અને આ દુનિયામાંથી જ સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં સૌપ્રથમ વખત કીમતી અને અતિઆધુનિક IFT એન્ડ TENS લેઝર મશીન કસરત વિભાગમાં આપવામાં આવ્યું છે.

    કહેવાય છે ને કે, કલાકાર પોતે દુઃખ દૂર વેઠીને લોકોને ખુશ રાખવા પ્રયત્નશીલ હોય છે. જામનગરમાં પણ ટાઉનહોલ ખાતે જાદુગર રોબર્ટ અને દીપક દવે દ્વારા જાદુ કે રંગ પાર્ટ-2 કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં જાદુગર જોબન ઉપરાંત મેજિશિયન પ્રિન્સ વિવેક, જાદુગર ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલા લાફ્ટર ચેલેન્જ કિંગ ધારશી બેરડીયા દ્વારા લોકોને મનોરંજન પુરુ પાડવામાં આવ્યું હતું.



    આ ઉપરાંત બોલિવૂડના અમિતાભ બચ્ચન અને ગોવિંદા ના જુનિયર કલાકારોએ પણ પોતાની કલાના કામણ રજૂ કરી લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જામનગરના વિવિધ અગ્રણીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને શહેરીજનોએ પણ આ કાર્યક્રમ માણીને ભગીરથ કાર્યમાં સહયોગ આપ્યો હતો. અને આ દરમિયાન કલાકારોએ લોકો પાસેથી જે ખુશી ભેટ મેળવી હતી.

    આ પણ વાંચોKutch: સુકાયેલા બોરવેલને રિચાર્જ કરી ભૂગર્ભજળ વધારવાના ધ્યેય સાથે કચ્છને પાણીદાર બનાવી રહી છે આ સંસ્થા

    આ ડોનેશનમાં થી જ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં સૌપ્રથમ વખત લેઝર ટેકનીક આધારિત કસરત માટે IFT અને TENS મશીન ના ત્રણ સેટ વસાવી ને અર્પણ કર્યા છે. ત્યારે જામનગરના કલાકારોએ માનવતા મેળવવા માટે સરકારી હોસ્પિટલમાં ફરી એક વખત જરૂરિયાત મુજબના આધુનિક મશીન વસાવી આપતા લોકોની સુખાકારીમાં સરકારની સાથે સહકાર આપ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Video

    આગામી સમાચાર