Home /News /gujarat /

જામનગર: મ્યુનિસિપલ કમિશનરની અપિલ, કોરોનાનાં નિયમોનું પાલન કરો, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો

જામનગર: મ્યુનિસિપલ કમિશનરની અપિલ, કોરોનાનાં નિયમોનું પાલન કરો, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો

જામનગરમાં કમિશનરનું જાહેરનામું

Jamnagar News: જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકોને કોરોનાનાં નિયમોનું ચુસ્તપણે પાલન સાથે ઉતરાયણ ઉજવવા અપીલ કરાઇ છે.સાથે સાથે પતંગ અને દોરના વેપાર કરતા વેપારીઓને પણ ચાઈનીઝ માંઝા ન રાખવા ચેતવણી આપવામાં આવી છે

    કિંજલ કારસરીયા, જામનગર:   હાલ કોરોનાની મહામારી વચ્ચે ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે ત્યારે જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકોને કોરોનાનાં નિયમોનું ચુસ્તપણે પાલન સાથે ઉતરાયણ ઉજવવા અપીલ કરાઇ છે.સાથે સાથે પતંગ અને દોરના વેપાર કરતા વેપારીઓને પણ ચાઈનીઝ માંઝા ન રાખવા ચેતવણી આપવામાં આવી છે. આવનારા સમયમાં આવી રહેલ ઉતરાયણના પર્વની ઉજવણી લોકો કોવિડ ગાઇડલાઈન્સ સાથે કરે અને કોરોનાની મહામારી ઓછી ફેલાય તે માટે કમિશનર વિજય ખરાડી એ ખાસ લોકોને અપીલ પણ કરી છે.

    આ ઉપરાંત પતંગના વિક્રેતાઓને પણ ચાઈનીઝ વસ્તુઓ જેવા કે, દોર, તુક્કલ જેવા પ્રતિબંધિત વસ્તુઓ નહીં વેચવા અપીલ કરી છે અને જો કોઈ વેપારી ચાઈનીઝ દોર કે શુકલ જેવા પ્રતિબંધિત વસ્તુઓ વેચાણ કરશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ કમિશનરે ચીમકી આપી છે.

    ગોધરાની મહિલાઓએ બાળકોને પતંગ દોરા અને વડિલોને તલ ગોળ નાં લાડુ વહેંચી આશિર્વાદ લીધા


    આજરોજ ગોધરાની વિ કલ્બ મહિલા ટીમ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે દાન-પુણ્ય કરવા મ આવ્યું હતું. ગોધરાના સામાજિક કાર્યકર્તા નીતિ જોશી દ્વારા ગોધરા બામરોલી રોડ વિસ્તારમાં આવેલા પુષ્ટિધામ લોટસ ટેમ્પલ પાસે રહેતા ગરીબ બાળકોમાં પતંગ, દોરી, તલ ગોળ ના લાડુ તેમજ ફળો નું વિતરણ કરવામાં આવ્યું. તેમજ સાથે સાથે વાત કરું પણ વિતરણ કરવામાં આવ્યું અને બાળકોને સમજાવવામાં આવ્યું કે ઉત્તરાયણ ઉત્સાહપૂર્વક ઉજવો પરંતુ પોતાના અને પોતાના પરિવારની સાવચેતી માટે માસ્ક અવશ્ય પહેરો.

    તેમજ ત્યારબાદ નિધિ જોશી તેમજ તેમની સાથે આવેલા વિ કલ્બ નાં મહિલા સામાજિક કાર્યકરો જીજ્ઞાશા બેન ઉપાધ્યાય, નિમિષાબેન દવે, કોમલ બેન ભટ્ટ, ફાલ્ગુનીબેન રાવલ તેમજ કિરણ ટાંક સહિત તમામ મહિલા કાર્યકરો ગોધરા ખાતે આવેલા નિરાત વૃદ્ધાશ્રમ ગયા અને ત્યાં રહેતા વડીલો સાથે હુંફ ભર્યો સમય વ્યતિત કરી વડીલોને તલ ગોળ ના લાડુ વહેંચી કરી તેમની સાથે હળવી વાતો પણ કરી. તે તમામ મહિલા સામાજિક કાર્યકરોએ વડીલોના આશીર્વાદ લીધા હતાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Jamnagar News, Makar sankranti, Makar sankranti 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन