Home /News /gujarat /

જામનગર : મોટી ખાવડી નજીક હોટલમાં ભીષણ આગ, 27 લોકોને બચાવી લેવાયા, 3 ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા

જામનગર : મોટી ખાવડી નજીક હોટલમાં ભીષણ આગ, 27 લોકોને બચાવી લેવાયા, 3 ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા

જામનગર નજીક હોટલમાં ભીષણ આગ

જામનગર (Jamnagar) નજીક મોટી ખાવડી (Moti Khavdi) નજીક ખાનગી હોટલમાં ભીષણ આગ (Hotel Fire) લાગી હોવાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર જવાના રવાના થઈ ગઈ. હોટલમાં 40થી વધુ લોકો ફસાયા હોવાનું સામે આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

વધુ જુઓ ...
    જામનગર (Jamnagar) થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેર નજીક મોટી ખાવડી (Moti Khavdi) નજીક આવેલી એક ખાનગી હોટલમાં કોઈ કારણસર ભીષણ આગ (Hotel Fire) લાગી છે. આગની જાણ થતા ફાયર વિભાગ દોડતુ થઈ ગયું છે. સૂત્રો અનુસાર, 40 લોકો હોટલમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું હતુ. પરંતુ આગ પર કાબુ મેળવ્યા બાદ સામે આવ્યું કે, 30 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 27 લોકોને સહિ સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર નજીક મોટી કાવડી નજીક ખાનગી હોટલમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર જવાના રવાના થઈ ગઈ હતી. પરંતુ, આગ મોટી હોવાનું સામે આવતા તંત્ર દ્વારા વધુ ફાયર ફાયટર ઘટના સ્થળ પર જવાના રવાના થયા છે. હોટલમાં 30થી વધુ લોકો ફસાયા હોવાનું સામે આવતા તંત્ર એલર્ટ થઈ ગયું હતુ.



    વિગતે ઘટનાની વાત કરીએ તો, મોડી સાંજે જામનગર નજીક મોટી ખાવડી પાસે આવેલી એક ખાનગી હોટલમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હોટલનો સ્ટાફ સહિત કેટલાક ગ્રાહકો પણ અંદર ફસાયા હતા. સૂત્રો અનુસાર, 30 જેટલા લોકો હોટલમાં ફસાયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે જવા રવાના થયા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી જામનગરથી અન્ય ફાયર ફાઈટર પણ રવાના કરવામાં આવ્યા હતા.

    સાવચેતીના ભાગ રૂપે 10 જેટલી એમ્બ્યુલનસ પણ ઘટના સ્થળ પર જવા રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.  મેઈન રસ્તા પર હોટલ આવેલી હોવાથી લોકોના ટોળે ટોળા સ્થળ પર જમા થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આગનો વીડિયોમાં જે દ્રશ્ય દેખાય છે તે મુજબ પુરી હોટલ આગમાં ભષ્મી ભૂત દેખાઈ રહી છે.

    આ પણ વાંચોVideo Viral:ક્લબમાં બાઉન્સર્સે યુવતીની છેડતી કરી, વિરોધ કરતા લાકડીઓથી માર-માર્યો

    ફાયર વિભાગ અનુસાર, હોટલમાં 30 લોકો ફસાયા હતા, કોઈ જાનહાની થઈ નથી. 27 લોકોને સહીસલમાત રીતે રેસક્યુ કરી બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેમાંથી 3 લોકોને સામન્ય ઈજા થતા, સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં તમામ લોકો સલામત હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Fire News, Jamnagar News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन