આજે જામનગરનો 476મો જન્મદિવસ,રાજપૂત સમાજે રેલી યોજી

જામનગરઃ આજે જામનગરનો 476મો જન્મદિવસ છે. નવાનગર રાજ્ય આજે મહાનગર જામનગર તરીકે વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે. ત્યારે જામનગરના ૪૭૬ માં જન્મદિવસે રાવલ જામએની સ્થાપનની ખાંભી પૂજન કરાયું હતું.તો રાજવી પરિવારે વિકાસના કામો અંગે કચવાટની લાગણી વ્યક્ત કરી હતી.

  • Web18
  • Last Updated :
  • Share this:

જામનગરઃ આજે જામનગરનો 476મો  જન્મદિવસ છે. નવાનગર રાજ્ય આજે મહાનગર જામનગર તરીકે વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે. ત્યારે જામનગરના ૪૭૬ માં જન્મદિવસે  રાવલ જામએની સ્થાપનની ખાંભી પૂજન કરાયું હતું.તો રાજવી પરિવારે વિકાસના કામો અંગે કચવાટની લાગણી વ્યક્ત કરી હતી.

 જામનગરની સ્થાપના ૪૭૬ વર્ષ પહેલા જામસાહેબ જામ રાવલ જામએ  કરી હતી. આજના સ્થાપન દિને  જામનગરની જે ખાંભી હતી તે જ ખાંભી પૂજાવિધિ રાજ્યના મંત્રી વસુબેન ત્રિવેદીના હસ્તે કરી હતી. સાથે જામનગર મહાનગરપાલિકા મેયર દિનેશ પટેલ પૂજાવિધિમાં જોડ્યા હતા. જામનગર વાસીઓને મહાનુભાવોએ  જામનગરના વિકાસ અને શહેરીજનોની સુખાકરીઓ માટે પ્રાર્થના કરી હતી.

 જામનગરના સ્થાપના દિને જામનગરના રાજપૂત સમાજ દ્રારા એક ભવ્ય રેલી યોજી હતી. ત્યારબાદ રાજવી પરિવારના રાજકુંવરના હસ્તે નવાનગરની ખાંભી પૂજા વિધિ મંત્રોચ્ચાર સાથે કરી હતી. જામનગરના રાજવીના રાજમાં પેરીસનું બીરુબ મેળવેલ હતું. આજે જામનગરના જન્મદિને  સરકાર અને મહાનગર પાલિકાના દ્રારા શહેર ના વિકાસ  ના કામો  થાય છે. પરતું  તળાવ ની પાળ ના વિકાસ  અંગે રાજવી પરિવારે ખેદ વ્યક્ત કરીયો હતો.

તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જામનગર શહેર આગામી સમયમાં વધુ સારી  સુવિધા અને શાંતિ પ્રજાજનોને મળે તેવા પ્રયાસો સત્તાધીશો દ્રારા થાય તે જરૂરી છે. જામનગરના સ્થાપના દિને રાજપૂત સમાજે  એકબીજાને મો મીઠા કરાવ્યા હતા.

First published: