Home /News /gujarat /Jammu News: કટરાથી જમ્મુ જઈ રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ, 4ના મોત, 22 લોકો દાઝી ગયા
Jammu News: કટરાથી જમ્મુ જઈ રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ, 4ના મોત, 22 લોકો દાઝી ગયા
કટરાથી જમ્મુ જતી બસમાં આગ લાગતા ચારના મોત
Jammu News: કટરાથી જમ્મુ જઈ રહેલી બસમાં અચાનક આગ લાગતા મોટો અકસ્માત સર્જાયો, આગ (Jammu Katra Bus Fire) ની ચપેટમાં તમામ મુસાફરો આવી ગયો, જેમાં 4 લોકોના સ્થળ પર મોત થયા છે, જ્યારે 20 જેટલા મુસાફરો ગંભીર રીતેદાઝી ગયા છે.
નવી દિલ્હી : જમ્મુમાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો છે, કટરાથી જમ્મુ જઈ રહેલી બસમાં આગ (Jammu Katra Bus Fire) લાગી હતી. આ બસ કટરાના નોમાઈ વિસ્તારથી જમ્મુ જઈ રહી હતી. કટરાથી દોઢ કિલોમીટર દૂર ખરમાલ વિસ્તાર પાસે શંકાસ્પદ સંજોગોમાં બસમાં આગ લાગી હતી. આ ઘટનામાં 4 લોકોના કરૂણ મોત થયા હતા જ્યારે 22 લોકો આગને કારણે દાઝી ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બસના એન્જિનમાં આગ લાગી હતી અને જોતા જ તે આખી બસમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મુસાફરોને બચાવવા કે બસમાંથી બહાર કાઢવાનો સમય નહોતો. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ કેટલાક ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
#UPDATE | J&K: Out of the injured two more succumbed to their injuries, taking the death toll to 4 persons.
A local bus from Katra to Jammu caught fire near Kharmal about 1.5 km from Katra.
આ દુર્ઘટના વિશે માહિતી આપતા એડીજીપી જમ્મુએ ટ્વીટ કર્યું કે, કટરાથી જમ્મુના માર્ગ પર, એક લોકલ બસ જેનો નંબર JK14/1831 છે તે કટરાથી લગભગ 1 કિમી દૂર પહોંચી હતી જેમાં અચાનક આગ લાગી ગઈ હતી. તેમણે કહ્યું કે, રાહત બચાવ ટીમો સ્થળ પર તૈનાત છે. જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશકે કહ્યું કે, અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં વિસ્ફોટકોનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું નથી પરંતુ ફોરેન્સિક ટીમ તપાસમાં વ્યસ્ત છે.
આ ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું કે, બસમાં આગ લાગતાની સાથે જ લોકો બસની અંદર-અંદર દોડવા લાગ્યા હતા. બસની અંદર આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવાનો સમય નહોતો. તમામ મુસાફરો બહાર આવે ત્યાં સુધીમાં 4 લોકો ગંભીર રીતે દાઝી જતા તેમના મોત થઈ ચૂક્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર