Home /News /gujarat /Dussehra 2022: જલેબી ફાફડાના ભાવ આસમાને પહોંચતા દશેરા થશે મોંઘા

Dussehra 2022: જલેબી ફાફડાના ભાવ આસમાને પહોંચતા દશેરા થશે મોંઘા

જલેબી ફાફડાના ભાવ આસમાને પહોંચતા દશેરા થશે મોંઘા

Dussehra 2022: દશેરાના બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે જણાવી દઈએ કે, આ વર્ષના દશેરા ગુજરાતીઓને મોંઘા પડી રહેશે. ઉલ્લેખનીય છે કે, દશેરાના દિવસે ગુજરાતીઓ એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જાય છે. આ વર્ષે તેલનો ભાવ 3000ને પાર પહોંચી જતા જલેબી ફાફડાનો ભાવ આસમાને પહોંચી શકે છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: કોરોના કાળના 2 વર્ષ બાદ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે લોકોમાં માની પુજા અર્ચનાને લઈને અનેક ગણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે નવરાત્રી પુરી થવાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આજે આઠમ અને આવતી કાલે નવમીનો દિવસ બાકી રહ્યો છે. આ બાદ દશેરાના દિવસે રાવણ દહન પણ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, દશેરાના દિવસે ગુજરાતી લોકો ખાસ કરીને જલેબી ફાફડાની લ્હાણી કરતા હોય છે. દશેરાના દિવસે જો ફાફડા ન ખાય તો તેમને ઉજવણીમાં મજા આવતી નથી.

    આપને જણાવી દઈએ કે, બે વર્ષ બાદ આ વર્ષે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવશે. જો કે, ખાવાપીવના શોખીનો માટે આ વખતનો દશેરાનો તહેવાર મોંઘો બની શકે છે. દશેરા પર્વ પર ગુજરાતીઓના પ્રિય ફાફડા જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા છે. ચાલુ વર્ષે સીંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આથી, તેની સીધી અસર ફાફડા જલેબી પર પણ જોવા મળી રહી છે.

    આ પણ વાંચો:  દશેરાએ કરો 3 વસ્તુઓનું ગુપ્ત દાન, મા લક્ષ્મી પ્રસન્ન થઇ આપશે અપાર ધન અને વૈભવ

    તહેવારોમાં જ તેલના ડબ્બાનો ભાવ 3000ને પાર પહોંચતા તેની સીધી અસર ફાફડા અને જલેબી ભાવ પર પડી રહી છે. ગત વર્ષ કરતા ફાફડા જલેબીના ભાવમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. ફાફડા 650થી 800 અને જલેબી 700થી 960માં વેચાઈ રહી છે. ફાફડા જલેબીની મજા લેવાનો માત્ર એક જ દિવસ હોય તેમ કરોડો રૂપિયાના ફાફડા જલેબી ગુજરાતીઓ માત્ર એક જ દિવસમા આરોગી જાય છે, પરંતુ આ વખતે સ્વાદનો ચટાકો થોડો મોંઘો રહે તેવુ જોવા મળી રહ્યું છે.


    ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી ન હતી. આથી, તમામ ભક્તોને ઘરમાં જ રહીને સાદી રીતે તહેવારો ઉજવવા મજબૂર થવું પડ્યું હતું. બની શકે કે, મોઘા તેલને કારણે જલેબી ફાફડાના ભાવ આસમાને હશે તો પણ ગુજરાતીઓ તેને ખાવાનો સંપૂર્ણ આનંદ ઉઠાવશે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Dussehra 2022, Fafda, JALEBI, Navratri

    विज्ञापन
    विज्ञापन