Home /News /gujarat /

ભારતમાં મોટા હુમલાની ફિરાકમાં મસૂદ અઝહર, ભત્રીજાને કાશ્મીર મોકલ્યો: સૂત્ર

ભારતમાં મોટા હુમલાની ફિરાકમાં મસૂદ અઝહર, ભત્રીજાને કાશ્મીર મોકલ્યો: સૂત્ર

જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહર (ફાઇલ ફોટો)

સૂત્રોનું કહેવું છે કે આતંકીઓની ટીમ ઉત્તર કાશ્મીરમાં ક્યાંક સેફ હાઉસમાં છૂપાઈ છે. આ ટીમના કમાન્ડર અબ્દુલ રશીદ ગાજી છે

    પવન શર્મા

    આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. સુરક્ષા એજન્સીઓને ઇનપુટ મળ્યા છે કે તે 26 જાન્યુઆરી અને અફઝલ ગુરુની વરસી પર મોટા હુમલાની તૈયારી કરી ચૂક્યો છે. મળતી જાણકારી અનુસાર, હુમલાને અંજામ આપવા માટે મસૂદે પોતાની ટીમને જમ્મુ-કાશ્મીર પણ મોકલી દીધા છે.

    સૂત્રોનું કહેવું છે કે આતંકીઓની આ ટીમ કાશ્મીરમાં પુંછના રસ્તે ઘૂસણખોરી કરી ચૂકી છે. આ આતંકીઓમાં મસૂદ અઝહરનો ભત્રીજો હુજૈયા સામેલ છે.

    આ પહેલીવાર નથી કે જ્યારે મસૂદે પોતાના કોઈ સંબંધીને ભારત મોકલ્યો હોય. કાશ્મીરમાં નવેમ્બર 2017માં મસૂદનો એક ભાણીયો તલ્હા રશીદ માર્યા ગયો હતો. બીજી તરફ, ઓક્ટોબર 2018માં સુરક્ષાદળોએ તેના ભત્રીજા ઉસ્માન ઇબ્રાહિમને ઠાર માર્યો હતો. મસૂદે આ બંનેના મોતનો બદલો લેવાની ધમકી આપી છે.

    સૂત્રોનું કહેવું છે કે આતંકીઓની ટીમ ઉત્તર કાશ્મીરમાં ક્યાંક સેફ હાઉસમાં છૂપાઈ છે. આ ટીમના કમાન્ડર અબ્દુલ રશીદ ગાજી છે, જે અફઘાન યુદ્ધમાં સામેલ રહી ચૂક્યો છે. ટીમના અન્ય સભ્યોમાં મોહમ્મદ ઉમર અને મોહમ્મદ ઈસ્માઇલ સામેલ છે.

    આ પણ વાંચો, કેન્યા: નૈરોબીમાં હોટલ પર મોટો આતંકી હુમલો, 15 લોકોનાં મોત

    સૂત્રોનું કહેવું છે કે આ ટીમ જમ્મુ-કાશ્મીર હાઈવે પર સેના તથા પોલીસ કેમ્પને નિશાન બનાવી શકે છે. આતંકીઓની આ ટીમ અફઝલ ગુરુ બ્રિગેડથી સંબંધિત છે જે પહેલા પણ અનેક હુમલામાં સામેલ રહી ચૂકી છે. પઠાણકોટ એરબેઝ પર હુમલામાં આ બ્રિગેડનું નામ સામે આવ્યું હતું.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Masood-azhar, આતંકી, કાશ્મીર, હુમલો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन