Home /News /gujarat /

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા જૈશ-એ-મોહમ્મદે જાહેર કર્યો વીડિયો, બદલો લેવાની આપી ધમકી

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા જૈશ-એ-મોહમ્મદે જાહેર કર્યો વીડિયો, બદલો લેવાની આપી ધમકી

વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈએ કત્લ કર્યું છે તો તેને માફ નહીં કરવામાં આવે

વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈએ કત્લ કર્યું છે તો તેને માફ નહીં કરવામાં આવે

    શ્રીનગર : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના ભારત પ્રવાસના ઠીક પહેલા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammad)એ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં બદલો લેવાની વાત કહેવામાં આવી છે. આ વીડિયોમાં પવિત્ર ગ્રંથ કુરાન-એ-શરીફની આયાતનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, જો કોઈએ કત્લ કર્યું છે તો તેને માફ નહીં કરવામાં આવે.


    વીડિયોને જોતાં અને સાંભળતાં એવું લાગી રહ્યું છે કે તેમાં બદલો લેવાની વાત કહેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, એ લોકો બદલો જે હોય છે ન્યાયની સાથે તેમની પણ જિંદગી છે જેથી તમે ડરી શકો અને કોઈ અપરાધ ન કરો. આ ધમકી ભારત સરકારને આપવામાં આવી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જે રીતે તમે મુસલમાનોને પરેશાન કર્યા અને તેમની રહેણાંક સળગાવ્યા છે, તે બધાનો બદલો લેવામાં આવશે.


    વીડિયોમાં કેટલીક વાતો કુરાન-એ-શરીફના હવાલાથી લખવામાં આવી છે, બીજી તરફ એક વ્યક્તિ કરી રહ્યો છે કે, 'અબ મગર કાતિલો ઇંતિહા હો ગઈ/અમન કી લોરિયાં સુન ચુકે હમ બહુત/વો કહાની ગઈ વો ફસાના ગયા/હર બહાના હાથ પર હાથ રખ કર યૂં હી બેસબબ/આસમાં દેશને કા જમાના ગયા.'


    આ દરમિયાન સુરક્ષા એજન્સીઓને આ વીડિયોની સાથે એવી લીડ મળી છે કે આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી નેતાઓની બેઠક મળી હતી અને આઈએસઆઈ અને પાક સેનાના અધિકારીઓ પણ આ મીટિંગમાં હાજર રહ્યા હતા.


    આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે હિજબુલ મુજાહિદીનને એક્ટિવ કરવામાં આવે. પાકિસ્તાની આંતકવાદીઓને બદલે હિજબુલ મુજાહિદીનમાં સામેલ કાશ્મીરના આતંકવાદીઓને જવાબદારી સોંપવામાં આવે. લશ્કર અને જૈશના આતંકવાદી ઘટનાની તમામ જવાબદારી હિજબુલને લેવાનું ફરમાજ જાહેર કરી ચૂક્યા છે. આ પાકિસ્તાનનો પ્રયાસ છે કે ટ્રમ્પના પ્રવાસ દરમિયાન દર્શાવવામાં આવે કે આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીર નારાજ છે અને તેઓ આતંકવાદી હુમલાને અંજામ આપી રહ્યા છે.


    કાશ્મીરીઓના મનમાં ડર વધારવા માટે શહેરી વિસ્તારોમાં પોલીસ, સુરક્ષાદળો અને સામાન્ય લોકો પર ફાયરિંગ અને ગ્રેનેડ હુમલાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોના કાફલા અને કેમ્પો પર મોટા ફિદાયીન હુમલા કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन