Home /News /gujarat /Gujarat Congress President Jagdish Thakor : વિદ્યાર્થી નેતાથી લઇને પ્રદેશ પ્રમુખ સુધી, આવી છે જગદીશ ઠાકોરની રાજકીય સફર

Gujarat Congress President Jagdish Thakor : વિદ્યાર્થી નેતાથી લઇને પ્રદેશ પ્રમુખ સુધી, આવી છે જગદીશ ઠાકોરની રાજકીય સફર

પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજના મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા છે

Jagdish Thakor news- ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની વરણી કરવામાં આવી

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress)નવા કેપ્ટન એટલે પ્રદેશ પ્રમુખ તરીકે (Gujarat congress pradesh pramukh)ઓબીસી સમાજના આગેવાન અને પૂર્વ સાસંદ જગદીશ ઠાકોરની (Jagdish Thakor)સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. છેલ્લા અનેક મહિનાથી કોંગ્રેસ પાર્ટી (Congress)અસમંજસ સ્થિતિમાં હતી કે નવા પ્રમુખ અને વિપક્ષ નેતા કોણ બનશે. પરંતુ કોંગ્રેસ કાર્યકર્તાની આતુરતાનો હવે અંત આવ્યો છે અને નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની પસંદગી (Gujarat congress pradesh pramukh Jagdish Thakor)કરાઇ છે. ઉત્તર ગુજરાતથી રાજનિતી શરૂ કરનાર તેમજ ઓબીસી સમાજના એક મોટા ચહેરા તરીકે ઉભરી આવેલા જગદીશ ઠાકોરની રાજકિય સફર વિશે તમને જણાવી રહ્યા છીએ.

ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે . દહેગામ વિધાનસભા બેઠક પર 2002 થી 2007 અને 2007થી 2008 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્ય રહેતા પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009 થી 2014 સુધી પાટણની લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો - ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી

જગદીશ ઠાકોરની રાજકીય સફર

- 1973માં વિદ્યાર્થી નેતા તરીકે રાજકિય સફર
- વર્ષ 1975માં અમદાવાદ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી
- વર્ષ 1985થી 1994 ઉપપ્રમુખ,ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ
- વર્ષ 1998 થી 1999 દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના OBC સેલના પ્રમુખ
- વર્તમાન મહામંત્રી તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને OBC સેલના પ્રભારી
- વર્ષ 1998માં કપડવંજની લોકસભાની ચૂંટણી લડ્યા
- પાર્ટી બે ઉમેદવારોને ટિકિટ ઓફર કરતી હતી, પરંતુ વિધાનસભા
- 2002માં દહેગામથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 2007માં તેઓ ફરીથી દહેગામથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને પછી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના મુખ્ય દંડક બન્યા
- 2009થી 2014 સંસદ સભ્ય, પાટણ લોકસભા
- 2009થી 2014 - લોકસભામાં કૃષિ સમિતિ સભ્ય, લોકસભામાં ટેક્સટાઈલ સમિતિ સભ્ય, લોકસભામાં સાંસદ LADS સમિતિ
- 2019માં પાટણ લોકસભામાં ચૂંટણી લડ્યા, પરાજય થયો

આ પણ વાંચો - અમદાવાદમાં આ વર્ષે કાંકરિયા કાર્નિવલ યોજવો કે નહીં, AMCએ કર્યો મહત્વનો નિર્ણય
" isDesktop="true" id="1157211" >

વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી

ગુજરાત નેતા વિપક્ષ તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા (Sukhram Rathva)પંસદગી કરાઇ છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક ઉપર થી ચૂંટણી લડ્યા હતા. પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જેન્તી રાઠવા સામે 4273 મતોથી હાર્યા હતા. જ્યારે 2017માં 3052 મતોથી ભાજપના જેન્તી રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ 1985થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Jagdish Thakor, કોંગ્રેસ, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો