ઇવાન્કા ટ્રમ્પે બિહારની દીકરીની પ્રશંસા કરી, 1,200 KM સાઇકલ ચલાવી પિતાને વતન પહોંચાડ્યા

News18 Gujarati
Updated: May 23, 2020, 3:00 PM IST
ઇવાન્કા ટ્રમ્પે બિહારની દીકરીની પ્રશંસા કરી, 1,200 KM સાઇકલ ચલાવી પિતાને વતન પહોંચાડ્યા
જ્યોતિ કુમારી અને ઇવાન્કાની ફાઇલ તસવીર

  • Share this:
ડૉનાલ્ડ ટ્રંપેની દીકરી ઇવાન્કાં ટ્રંપે હાલમાં જ એક ટ્વિટ કરીને બિહારીની એક દીકરીની સહનશીલતા અને હિંમતને વખાણી છે. આ વાત છે 15 વર્ષીય જ્યોતી કુમારીની. જેણે 7 દિવસમાં સાયકલથી 1,200 કિલોમીટરનું અંતર કાપીને ઇજાગ્રસ્ત પિતાને ઘરે પહોંચાડ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારતભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે અનેક લોકો અટવાઇ પડ્યા છે. અને આવી જ કંઇક મુશ્કેલીમાં ગુરુગ્રામમાં અટવાઇ ગયા જ્યોતિ કુમારી અને તેના પિતા.

જ્યોતિના પિતા ગુરુગ્રામમાં રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. લોકડાઉન પહેલા જ તે ઇજાગ્રસ્ત થયા હતા. અને લોકડાઉનના કારણે તેમની પાસે અર્થઉપાજનનું કોઇ સાધન નહતું રહ્યું. રીક્ષાના માલિકને આટો રિક્ષા આપી આ પિતા પુત્રની જોડીએ સાયકલ ખરીદી અને ગુરુગ્રામથી બિહાર પોતાના વતને જવા નીકળી પડ્યા. 10મેના રોજ તેમણે આ સફર શરૂ કરી હતી અને 16મેના રોજ તે લોકો ત્યાં પહોંચ્યા હતા. જો કે સોશિયલ મીડિયામાં આ બાપ દિકરીની ખબર વાયરલ થયા. જે પછી સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન ઓંકર સિંહ આ યુવતીને દિલ્હી ટ્રાયલ માટે બોલાવી છે. જો આઠમા ધોરણમાં ભણતી જ્યોતિ કુમારી આ ટ્રાયલમાં પાસ થાય છે તો તેને રાષ્ટ્રીય સાયકલિંગ એકાડમી ખાતે ટ્રેન કરવામાં આવશે. અને સાયકિંગના કેરિયરમાં તેની આગળ વધારવા માટે આ ફેડરેશન તેની મદદ કરશે.

ઓંકર સિંહે જણાવ્યું કે અમે આ યુવતીના પરિવારનો સંપર્ક કર્યો હતો. અને લોકડાઉન ખુલતા જ અમે તેને અને કદાચ તેના પરિવારમાંથી કોઇ એક સભ્યને દિલ્હી બોલાવીશું. સાથે જ તેના આવવા જવાનો અને રહેવાનો ખર્ચો અમે ઉપાડીશું. તેમણે કહ્યું કે સાત દિવસમાં પિતાના ભાર સાથે આટલો લાંબો સફર સાયકલ પર પૂરો કરવો કોઇ નાની વાત નથી. જરૂરથી આ છોકરીમાં એટલો દમ છે કે સાયકલિંગની એક સારી ખેલાડી ભવિષ્યમાં બની શકે છે. તેનો અહીં કોમ્પુટરાઇઝ સાઇયકલ પર ટેસ્ટ લેવામાં આવશે. અને જો તે તેમાં સફળ રહી અને તેના પરિવારની સહમતિ મળી તો તેને આ ખેલ માટે રાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવામાં આવશે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપની પુત્રી ઇવાન્કા ટ્રંપે Livemint છપાયેલી આ તસવીરને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. અને કહ્યું છે કે 15 વર્ષીય જ્યોતિ કુમારીએ તેના વૃદ્ઘ અને ઇજાગ્રસ્ત પિતાને સાયકલ પર બેસાડીને 7 દિવસમાં 1200 કિલોમીટર સફર કરી તેને પોતાના ગામે લઇ ગઇ છે. ભારતીય લોકોની સહનશીલતા, પરાક્રમના વખાણ કરતા ઇવાન્કાએ આ પ્રસંગે સાઇકલિંગ ફેડરેશનનો પણ આભાર વ્યક્ત કર્યો છે. જે યુવતીના જીવનને દિશા આપવા આગળ આવ્યા છે.
First published: May 23, 2020, 2:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading