એશા દેઓલે આપ્યો દીકરીને જન્મ, ફરી વખત નાની બની હેમા માલિની

Network18 | News18 Gujarati
Updated: October 23, 2017, 3:41 PM IST
એશા દેઓલે આપ્યો દીકરીને જન્મ, ફરી વખત નાની બની હેમા માલિની
એશા અને તેનાં પતિ ભરત તખ્તાનીને માતા-પિતા બનાવાની ખુશીમાં ખુબ બધી શુભેચ્છાઓ મળી છે. આ સાથે જ ડ્રિમ ગર્લ તરીકે જાણીતા હેમા માલિની બીજી વખત નાની બન્યા છે
Network18 | News18 Gujarati
Updated: October 23, 2017, 3:41 PM IST
બોલીવૂડ એક્ટ્રેસ એશા દેઓલે રવિવારે મોડી રાત્રે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. સોર્સિસની માનીયે તો સોમવારે બપોર સુધીમાં એશાને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરી દેવામાં આવશે. એશા અને તેનાં પતિ ભરત તખ્તાનીને માતા-પિતા બનાવાની ખુશીમાં ખુબ બધી શુભેચ્છાઓ મળી છે. આ સાથે જ ડ્રિમ ગર્લ તરીકે જાણીતા હેમા માલિની બીજી વખત નાની બન્યા છે.

Esha deol with Daughter 1

Esha deol with Daughter 2

 

Esha deol

 

આ પહેલાં 11 જૂન 2015નાં રોજ હેમા માલિનીની દીકરી આહનાએ દીકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ ડેરિન વોહરા રાખવામાં આવ્યું છે.એશા દેઓલ છેલ્લાં કેટલાંય સમયથી તેની પ્રેગ્નેન્સીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. અને જેને કારણે જ તે લાંબા સમયથી એશા સોશિયલ મીડિયા દ્વારા ચર્ચામાં હતી.
First published: October 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर