3 કેમેરા સાથે લોન્ચ થયો 5 હજાર રૂપિયાનો ફોન, આવા છે ફીચર્સ

News18 Gujarati
Updated: May 18, 2019, 10:26 AM IST
3 કેમેરા સાથે લોન્ચ થયો 5 હજાર રૂપિયાનો ફોન, આવા છે ફીચર્સ
Itelએ ઇન્ડિયન માર્કેટમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો

સ્માર્ટફોન બ્રાન્ડ Itelએ ઇન્ડિયન માર્કેટમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સ્માર્ટફોન બ્રાન્ડ Itelએ ઇન્ડિયન માર્કેટમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા સ્માર્ટફોન Itel A46માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર અને આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઇડ પાઇ છે. કંપનીએ આ ફોનની કિંમત 4,999 રૂપિયા રાખી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આમાં ઓક્ટા-કોર પ્રોસેસર સાથે સેલ્ફી માટે સોફ્ટ ફ્લેશ પણ છે. આઇટેલ મોબાઇલનું કહેવું છે કે, આ ફોન માર્કેટમાં Redmi 6Aને ટક્કર આપશે.

Itel A46માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 8 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને એક VGA AI કેમેરા છે. ત્યાં જ, સેલ્ફી માટે ફોનમાં એલઇડી ફ્લેશ સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આઇફોન જેવા ફીચર્સ- ફોનમાં ફેસ અનલોક સપોર્ટ છે અને પાછળના ભાગે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે. બેટરી 2,400 એમએએચની છે. ફોનમાં સ્ક્રીન ગાર્ડ અને સિલિકોન કેસ પણ છે.

આ પણ વાંચો: US-ચીન વચ્ચે ટ્રેડ વોરથી આટલો મોંઘો થઇ શકે છે તમારો ફેવરિટ ફોન

બીજું શું છે ખાસ

>> આઇટેલ A46 સ્માર્ટફોનમાં 5.45 ઇંચની ફુલસ્ક્રીન અચડી+આઇપીએસ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1440X720 પિક્સલ છે.>> એન્ડ્રોઇડ 9 પાઇ પર ચાલનાર આ ફોનમાં 1.6GHz ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

>> ફોનમાં 2GB રેમ સાથે 16GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. જેની મેમરી માઇક્રોએસડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે.

>> ફોનનો બીજો એક વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં 1GB રેમ સાથે 16GB ઇન્ટરનલ સ્ટોરેજ છે.

>>Itel A46માં 2400mAhની બેટરી આપવામાં આવી છે.

>> આ ફોન ડ્યુઅલ ટોન કલર-ગ્રેડિયન્ટ ડાયમંડ ગ્રે, રેડ, નિયોન વોટર અને ડાર્ક વોટર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.
First published: May 18, 2019, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading