Home /News /gujarat /ધરમ કરતા ધાડ પડી, રસ્તો બતાવવો વૃદ્ધાને પડ્યો ભારે

ધરમ કરતા ધાડ પડી, રસ્તો બતાવવો વૃદ્ધાને પડ્યો ભારે

ઓઢવ વસવાટી ગામઠી ગઠીયા ઘણા લાંબાં, જાણો સમગ્ર મામલો

ગઠિયાઓ વૃદ્ધાને વિશ્વાસમાં લઇને તેમની પાસે રહેલ સોનાના દાગીના પડાવી લીધા

અમદાવાદ : શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા વૃદ્ધા સાથે ધરમ કરતાં ધાડ પડી કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓઢવ રીંગ રોડ પરથી પસાર થઇ રહેલા વૃદ્ધાને બે ગઠિયાઓએ સરનામું પૂછવાના બહાને વિશ્વાસમાં લીધા અને બાદમાં મદદ કરવાનું કહીને તેમના દાગીના પડાવી લીધા છે.

ઓઢવ વિસ્તારમાં રહેતા રેવાબેન સોલંકી 21મી જાન્યુઆરીના દિવસે બપોરે સવા બારેક વાગ્યાની આસપાસ તેમના મકાન શિવદર્શન સોસાયટીથી ઓઢવ રીંગ રોડ પર ચાલતા જઇ રહયા હતાં ત્યારે તેમની સોસાયટીના ગેટની બહાર બે અજાણ્યા યુવકો ઉભા હતાં.

જે બંન્ને યુવકો પણ ફરિયાદી બહેર સાથે ચાલવા લાગ્યા હતાં. અને એક યુવકએ ફરિયાદીને મારે નડિયાદ જવું છે, નડીયાદ જવાનો રસ્તો બતાવો તેમ કહેતા ફરિયાદીએ તેને ઓઢવ રીંગરોડ તરફથી જવા માટે કહ્યું  હતું.

જોકે,. આ યુવકએ તેની પાસે પૈસા ના હોવાનું કહ્યું હતું જ્યારે બીજા યુવકએ તેની પાસે રહેલ સફેદ રૂમાલ બહાર કાઢ્યો હતો. અને ત્રણેય જણા નાસ્તો કરવા માટે ગયા હતાં. જ્યાં વાતચીત દરમિયાન આ ગઠિયાઓએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતાં.

આ પણ વાંચો : GPSC 2023: થઈ જાઓ તૈયાર સાથીઓ! સરકારી પરીક્ષાની તૈયારી કરતાં લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર, પરિક્ષાની તારીખો જાહેર

એક યુવકએ તેની પાસે રહેલ પૈસા ફરિયાદને બતાવીને કહ્યુ હતું કે હું મદદ કરું છું, તમે પણ મદદ કરો. તમારી પાસે રૂપીયા નથી તો સોનાની બુટ્ટી, કાન સેર અને ચાંદીની ચેઇન કાઢીને આપો. હું તમને તમારી વસ્તુ પાછી આપી દઇશ. જેથી ફરિયાદી વિશ્વાસમાં આવી જતાં તેમણે પહેરેલ દાગીના આ ગઠિયાને આપી દીધા હતાં.

બાદમાં આ બંન્ને ગઠિયાઓ ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતાં. જો કે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની શંકા જતાં તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ ગઠિયાઓ મળી આવ્યા ના હતાં. જે અંગેની જાણ પોલીસને કરતાં પોલીસએ ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Sachin Solanki
First published:

Tags: Ahmedabad crime branch, Crime Alert

विज्ञापन