Gujarat Election Results 2022: આપ ના મુખ્યમંત્રીના ચેહરા ઈસુદાન ગઢવીએ હાર સ્વીકારી પ્રજાના ચુકાદાને આવકાર્ય ગણાવ્યો ઈસુદાન ગઢવીએ જણાવ્યું 2024 અને 2027 મા ફરી જોમ જુસ્સા સાથે ફરી મેદાનમાં આવીશું
મુરૂભાઈ બેરાનો વિજય
ખંભાળિયા 81 બેઠક પર મુરૂભાઈ બેરા ની 18838 મતે જીત થઈ હતી. તેઓ ભાજપ વતી ચૂંટણી લડ્યા હતા અને 77305 મત મેળવ્યા હતા. તો આપને 58467 અને કોંગ્રેસને 44526 મત મળ્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો આ સાથે પ્ર્ધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે.
આપના દિગ્ગજ નેતાઓ હાર્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપના સુપડા રીતસર સાફ થઈ ગયા છે. એટલું જ નહીં તેના કારણે કોંગ્રેસને પણ મોટો ફટકો પડ્યો છે.
આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો ખંભાળિયામાંથી પરાજય થયો છે. ઇસુદાન ગઢવી સામે ભાજપના મુળુભાઇનો વિજય થયો છે.
તો બીજી તરફ વરાછામાંથી અલ્પેશ કથીરિયાનો પરાજય થયો છે. અલ્પેશ પાટીદાર નેતા હોવાના કારણે જીતી જશે એવું લાગતું હતું પણ એવું બન્યું નથી. તેઓની સામે કુમાર કણાનીનો વિજય થયો છે.
તો બીજી તરફ પાટીદાર નેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંયોજક ગોપાલ ઇટાલીયા પણ કતારગામ બેઠક પરથી હાર્યા છે. તેઓની સામે ભાજપના વિનોદભાઇનો વિજય થયો છે. " isDesktop="true" id="1297142" > આહિર હેમંતભાઈ નો વિજય
જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. અહી આપના ઉમેદવાર આહિર હેમંતભાઈ નો વિજય થયો છે.
તેઓને 55 હજારથી વધુ મતો મળ્યા હતા અને બીજા ક્રમે રહેલ ભાજપ ઉમેદવાર ચીમનભાઈને તેઓએ પછાડ્યા હતા. તેમણે 49% ટકા અને ભાજપના ઉમેદવાર ચીમનભાઈએ 38% થી વધારે મત મેળવ્યા હતા.
તો બીજી તરફ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હારી ગયા છે. જેમાં અલ્પેશ કથીરિયા, ગોપાલ ઇટાલીય અને ઇસુદાન ગઢવી જેવા નેતાઓ સામેલ છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર