ગાંધીનગર : આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીની (Ishudan Gadhvi)મુશ્કેલી વધી છે. ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો (Ishudan Gadhvi alcohol Test report positive)છે. પેપરલીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મુકતા ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા.
ઘટના સમયે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. જોકે FSLમાં મોકલાયેલો બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દાખલ કરવામાં આવશે.
ઈશ્વરના સોગંધ ખાઉ છું કે મેં ક્યારે દારૂ પીધો નથી - ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ આ વિશે કહ્યું હતું કે મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી, ઈશ્વરના સોગંધ ખાઉ છું કે મેં ક્યારે દારૂ પીધો નથી અને પીવાનો પણ નથી. મને બદનામ કરવાનો પ્રયત્ન છે. અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે. ગુજરાત સરકાર નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ ઇશુદાન ગઢવીનો બચાવ કર્યો છે. ઇસુદાનનું વર્ચસ્વ વધતું હોવાથી તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવો આમ આદમી પાર્ટીના દાવો છે.
શું છે આખી ઘટના
બિન-સચિવાલયની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા પછી આમ આદમી પાર્ટીએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 20 ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં AAPના ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ સામેલ થયા હતા.
આ પ્રદર્શન દરમિયાન પોલીસ, ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ત સમયે ભાજપના નેતા શ્રદ્ધા રાજપુતે આપના નેતા ઇસુદાન ગઢવી સામે નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવ્યો હતો. શ્રદ્ધા રાજપુતે આરોપ લગાવ્યો કે, આપના નેતા ઇશુદાન ગઢવી નશાની હાલતમાં હતા. તેમણે નશાની હાલતમાં છેડતી પણ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. કમલમમાં વિરોધપ્રદર્શન બાદ AAPના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળ ગુના નોંધાયા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર