જુઓ, સંગીત સેરેમનીમાં આનંદ-ઇશાનો અદભૂત ડાન્સ

શાહરૂખ ખાનનું સોંગ 'મિતવા' પર ડાન્સ કર્યો.

આ પાર્ટીના કેટલાક ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જેમાં ઇશા અને આનંદ 'મિતવા' સોંગ પર ડાન્સ કરતા નજરે આવી રહ્યાં છે.

 • Share this:
  આજે 12 ડિસેમ્બર 2018 ના રોજ, મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી લગ્નના બંધનમાં બંધાશે. તેણી આનંદ પીરામલ સાથે લગ્ન કરવા જઇ રહી છે. લગ્ન સમારંભમાં અંબાણી પરિવારનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઇશા અંબાણીએ આનંદ સાથે ડાન્સ કર્યો જે તેમણે શાહરૂખ ખાનની ફિલ્મ 'કભી અલવિદા ના કહેના'નું લોકપ્રિય સોંગ 'મિતવા' પર ડાન્સ કર્યો.

  આ પહેલા પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઇશાની ધમાકેદાર કાર્યક્રમો સાથે પ્રી-વેડિંગ પાર્ટી કરવામાં આવી હતી. આ પ્રસંગે પણ અંબાણી પરિવારે ગુજ્જુ ગીત પર ડાન્સ કર્યો હતો.

  હવે ઇશા અંબાણી અને આનંદ પીરામલે  મિતવા સોંગ પર ડાન્સ કર્યો હતો.

  મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણી આજે આનંદ પીરામલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન માટેનો તેમનું ઘર એન્ટીલિયાને દુલ્હનના જેમ શણગારવામાં આવ્યું છે. એન્ટીલિયાના કેટલાક નવા ફોટા સામે આવ્યા છે. જેમાં તેમનું ઘર ખૂબ જ સુંદર ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે.
  Published by:Bhoomi Koyani
  First published: