ઇરફાન ખાનને બ્રેન ટ્યૂમર ? કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયો

ઇરફાન ખાનની આ બીમારી 'ડેથ ઓન ડાયગ્નોસિસ' તરીકે પણ જાણવામાં આવે છે

ઇરફાન ખાનની આ બીમારી 'ડેથ ઓન ડાયગ્નોસિસ' તરીકે પણ જાણવામાં આવે છે

 • Share this:
  મુંબઇ: બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનને બ્રેન ટ્યૂમર હોવાનાં સમાચાર સામે આવ્યા છે. હાલમાં તેમને મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ ટ્યૂમર ચોથા સ્ટેજ પર છે. જ્યાં આ બીમારી જાનલેવા સાબિત થઇ શકે છે. ટૂંક સમયમાં જ ઇરફાનનું ઓપરેશન થઇ શકે છે. તેમ પણ જાણવા મળ્યું છે. ઇરફાન ખાનની આ બીમારી 'ડેથ ઓન ડાયગ્નોસિસ' તરીકે પણ જાણવામાં આવે છે. જોકે ઇરફાન ખાન કે તેનાં પરિવાર તરફથી આ વાતની ચોક્કસ પુષ્ટિ કરવામાં આવી નથી.

  હાલમાં ઇરફાનનો પરિવાર અને મિત્રો તેની બીમારી વિશે જાણીને ખુબજ દુ:ખી છે

  સોર્સિસની માનીયે તો ઇરફાન ખાનને બોલવામાં તકલીફ થઇ રહી હતી અને તેને આંચકીઓ આવતા જ તેને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે ઇરફાન ખાને ગત સવારે જ ટ્વિટર પર તેને એક ગંભીર બિમારી હોવાનું જણાવ્યું હતું.

  ઇરફાન ખાને તેમની પોસ્ટમાં લખ્યું છે કે,
  'ક્યારેક ક્યારેક આપ એવાં ઝાટકા સાથે ઉઠો છો કે આપનું જીવન હચમચી જાય છે મારાં જીવનનાં છેલ્લા 15 દિવસ પણ એક સસ્પેન્સ સ્ટોરી જેવા જ રહ્યાં છે. મને નહોતી ખબર કે દુર્લભ કહાનીઓની મારી ખોજ મને એક દુર્લભ બીમારી સુધી પહોંચાડી દેશે. મે ક્યારેય હાર નથી માની. અને હમેશાં મારી પંસદ માટે લડ્યો છું અને આગળ પણ આમજ કરીશ. મારા પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે. અમે સૌથી શ્રેષ્ઠ પ્રયાસથી તેનાંથી નિપટવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. ત્યાં સુધી આપ લોકો કૃપ્યા કરીને કોઇ જ અંદાજ ન લગાવતાં કારણ કે અઠવાડિયા દસ દિવસમાં જ્યારે તમામ રિપોર્ટ્સ આવી જશે ત્યારે હું પોતે મારી કહાની આપ સૌને જણાવીશ. ત્યાં સુધી મારા માટે દુઆ કરજો.'  આપને જણાવી દઇએ કે આ પહેલાં ઇરફાન ખાને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેને જોન્ડિસ થઇ ગયો છે. જે બાદ ડોક્ટરે તેને આરામની સલાહ આપી હતી. કારણ કે ઇરફાન ખાન તેની ફિલ્મ બ્લેકમેલનાં ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં નહોતો પહોચ્યો. આ ફિલ્મમાં તે એક એવા પતિનો રોલ અદા કરે છે જેની પત્ની બેવફા છે અને તે ફિલ્મમાં તેનો બ્લેકમેઇલર બની જાય છે.
  Published by:Margi Pandya
  First published: