એક પણ ગોળી દાગી તો અમેરિકાને સળગાવી દઇશુંઃ ઇરાન

ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેઓએ ઇરાન પર સૈન્ય કાર્યવાહી એટલા માટે ન કરી કારણ કે તેમાં 150 સામાન્ય નાગરિક માર્યા જતા.

ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેઓએ ઇરાન પર સૈન્ય કાર્યવાહી એટલા માટે ન કરી કારણ કે તેમાં 150 સામાન્ય નાગરિક માર્યા જતા.

 • Share this:
  અમેરિકા અને ઇરાન વચ્ચે સ્થિતિ વધુ તણાવભરી બની છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ઇરાને પલટવાર કર્યો છે. ઇરાને કહ્યું કે જો અમેરિકા તરફથી એકપણ ગોળી દાગવામાં આવશે તો તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. ઇરાને અમેરિકાને આ ધમકી એવા સમયે આપી છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૈન્ય કાર્યવાહીને લઇને પોતાનું નિવેદન આપ્યું છે.

  ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેઓએ ઇરાન પર સૈન્ય કાર્યવાહી એટલા માટે ન કરી કારણ કે તેમાં 150 સામાન્ય નાગરિક માર્યા જતા, ગુરુવારે ઇરાન દ્વારા અમેરિકન ડ્રોન તોડી પાડ્યા બાદ બંને દેશો વચ્ચે સંબંધ અને ખરાબ થઇ જતા. ત્યારબાદ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધ થયું તો ભારતમાં આટલું મોંઘુ થશે પેટ્રોલ !

  ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની ઇરાન પર ત્રણ જગ્યાએ હુમલો કરવાની યોજના હતી. આ મામલા પર ઇરાનનું કહેવું છે કે ડ્રોને તેના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે વોશિંગટને કહ્યું કે ડ્રોન ઇન્ટરનેશનલ એરસ્પેસમાં તોડી પાડવામાં આવ્યું. ટ્રમ્પે એનબીસીનાં મીટ ધ પ્રેસ પ્રોગ્રામનાં એક ઇન્ટરવ્યૂ દરમિયના વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, 'મને આ સારૂં નથી લાગતું.'

  ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડવાને કારણે બંન્ને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઇ છે. બંન્ને દેશો વચ્ચેનાં સંબંધ પહેલાથી જ બગડેલા છે. ઇરાનથી તેલનાં નિકાસમાં રુકાવટની આશંકાને કારણે શુક્રવારે તેલની કિંમતોમાં 1 ટકા વધીને 65 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. ઇરાની સૂત્રોએ ન્યૂઝ એજન્સી રોયટર્સનાં અહેવાલથી ઘણાં ખુલાસા કર્યા. જે પ્રામણે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇરાન પર હુમલો થવાનો હતો પરંતુ હું યુદ્ધની તરફેણમાં નથી અને વાતચીત કરવા માંગુ છું.
  Published by:user_1
  First published: