Home /News /gujarat /

IPL 2022: ગુજરાત ટાઈટન્સનો પડકાર 'આવા દે,' આદિત્ય ગઢવીએ ગાયેલા એન્થેમ ગીતના Videoએ મચાવી ધમાલ

IPL 2022: ગુજરાત ટાઈટન્સનો પડકાર 'આવા દે,' આદિત્ય ગઢવીએ ગાયેલા એન્થેમ ગીતના Videoએ મચાવી ધમાલ

Gujarat Titans Anthem : ગુજરાત ટાઈટન્સના એન્થેમ 'આવા દે'નો વીડિયો

Gujarat Titans Anthem song: આવતીકાલથી આઈપીએલ ( IPL 2022) શરૂ થવા જઈ રહી છે ત્યારે ગુજરાત ટાઈટન્સનું એન્થેમ સોંગ (gujarat Anthem Song) ધમાલ મચાવી રહ્યું છે. જુઓ વીડિયો

    Gujarat Titans Anthem song: આવતીકાલે 26મી માર્ચથી આઈપીએલ 2022નો ધમાકેદાર પ્રારંભ થવાનો છે (IPL 2022) આઈપીએલમાં આ વર્ષે ગુજારત અને લખનૌની ટીમ ઉમેરાતા રોમાંચ જામ્યો છે. આઈપીએલની ગુજરાતની ટીમ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) દ્વારા ચાહકોમાં પાનો ચઢાવવા માટે એન્થેમ સોંગ (Gujarat Titans Anthem song) તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાતના ગાયક આદિત્ય ગઢવી (Aditya gadhavi)એ ગાયેલું આ ગીત ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે. ગીતના શબ્દો છે 'આવા દે' (AAVA DE) છે જેમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) સહિતના ગુજરાતના સાવજો હરિફોને પડકાર ફેંકી રહ્યા છે.

    આ ગીત દ્વારાલ ગુજરાત ટાઈટન્સના ચાહકોનો પાનો ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડબ શર્મા દ્વારા કમ્પોઝ કરાયેલું ગીત હવે લોકોને ગમી રહ્યું છે. ગીતમાં અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, પતંગો અને ગુજરાતી અસ્મિતાની ઝલક જોવા મળે છે. ગીતમાં 'જય જય ગરવી ગુજરાત' જેવા શબ્દો અને ગરબાના 'હોવે હોવે' જેવા લયને પણ મઢી લેવામાં આવ્યો છે.

    ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા (Hardik Pandya) કરી રહ્યો છે. આ વખેત આઈપીએલમાં 10 ટીમો ટકરાવાની છે જેમાં ગુજરાત અને લખનૌ નવી ટીમ છે. મહારાષ્ટ્રમાં યોજાનારી આઈપીએલની લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સની મેચ 4 સ્ટેડિયમમાં રમાશે.

    આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનું સંપૂર્ણ ટાઈમ ટેબલ, જાણો કઈ તારીખે ક્યા મેદાન પર કોની સામે ટકરાશે

    ગુજરાતની મેચનું ટાઈમ ટેબલ





























































































    તારીખસમય ટીમ મેદાન
    28 માર્ચ19.30લખનૌ જાયન્ટ્સવાનખેડે
    2 એપ્રિલ19.30દિલ્હી કેપિટલ્સએમસીએ, પુણે
    8 એપ્રિલ19.30પંજાબ કિગ્સબ્રોબોર્ન
    11 એપ્રિલ19.30સનરાઇઝર્સ હૈદરાબાદડી.વાય.પાટીલ
    14 એપ્રિલ19.30રાજસ્થાન રોયલ્સડી.વાય.પાટીલ
    17 એપ્રિલ19.30ચેન્નાઈ સુપર કિંગ્સએમસીએ, પુણે
    23 એપ્રિલ15.30કોલકત્તા નાઇટ રાઇડર્સડી.વાય.પાટીલ
    27 એપ્રિલ17.30સનરાઇઝર્સ હૈદરાબાદવાનખેડે
    30 એપ્રિલ15.30રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરબ્રોબોર્ન
    3 મે19.30પંજાબ કિંગ્સડી.વાય.પાટીલ
    6 મે19.30મુંબઈ ઈન્ડિયન્સબ્રેબોર્ન
    10 મે19.30લખનૌ સુપર જાયન્ટ્સએમસીએ, પુણે
    15 મે15.30ચેન્નાઈ સુપર કિંગ્સવાનખેડે
    19 મે19.30રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરવાખેડે



    આ પણ વાંચો : IPL 2022 : રવિન્દ્ર જાડેજા ચેન્નઇ સુપર કિંગ્સનો નવો કેપ્ટન, ધોનીએ કેપ્ટનશિપ છોડી



    આ મેદાન પર યોજાશે મેચ

    ગુજરાત ટાઈટન્સની મેચની વાત કરવામાં આવે તો ગુજરાતની ચાર મેચ વાનખેડે પર ચાર મેચ ડીવાઈ પાટીલ સ્ટેડિયમ નેરૂલ અને 3 બ્રોબોર્નમાં અને 3 મેચ એમસીએ પુણેમાં રમાશે. આઈપીએલની બાકી મેચ જેમ કે પ્લેઓફ્સ અમદાવાદ અને કોલકત્તામાં રમાવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર