IPL 2020: સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં, ઓછી રનરેટ હોવાથી કોલકાતા આઉટ

IPL 2020:  સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં, ઓછી રનરેટ હોવાથી કોલકાતા આઉટ
સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સ સામે 10 વિકેટે વિજય મેળવ્યો, ડેવિડ વોર્નરના 85*, રિદ્ધિમાન સાહાના 58*

સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સ સામે 10 વિકેટે વિજય મેળવ્યો, ડેવિડ વોર્નરના 85*, રિદ્ધિમાન સાહાના 58*

  • Share this:
    શારજાહ : બોલરોના શાનદાર પ્રદર્શન પછી ડેવિડ વોર્નર (85) અને રિદ્ધિમાન સાહાની અણનમ અડધી સદી (58)ની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-13માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 10 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 17.1 ઓવરમાં વિના વિકેટે લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ જીત સાથે હૈદરાબાદે 14 પોઇન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન બનાવી લીધું છે. બીજી તરફ ઓછી રનરેટ હોવાથી કોલકાતા નાઇટ રાઇડર્સના અભિયાનનો અંત આવ્યો છે.

    સનરાઇઝર્સ હૈદરાબાદ


    • વોર્નરના 58 બોલમાં અણનમ 85 રન
    • સાહાના 45 બોલમાં અણનમ 58 રન

    • સાહાએ 34 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    • વોર્નરે 35 બોલમાં અડધી સદી ફટકારી

    • હૈદરાબાદે 5.1 ઓવરમાં 50 રન બનાવ્યા


    મુંબઈ ઇન્ડિયન્સ

    • મુંબઈના 20 ઓવરમાં 8 વિકેટે 149 રન

    • પોલાર્ડના 25 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે 41 રન

    • સૌરભ તિવારી 1 રને આઉટ

    • ક્રુણાલ પંડ્યા 00 રને આઉટ

    • સૂર્યકુમાર યાદવ 36 રન આઉટ

    • ડી કોકના 13 બોલમાં 25 રન

    • રોહિત શર્મા 4 રન બનાવી આઉટ

    •  રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ છે

    • હૈદરાબાદના કેપ્ટન વોર્નરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો


    મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટોન ડી કોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, જેમ્સ પેટ્ટિન્સન, નિશાન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, રાહુલ ચાહર, ક્રિસ લિન, હાર્દિક પંડ્યા, રુધરફોર્ડ, ઇશાન કિશન, મોહસિન ખાન, મિશેલ મેક્લેનઘાન, બલવંત સિંઘ, અનુકુલ રોય, અનમોલપ્રિત સિંઘ

    સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, મનિષ પાંડે, વિરાટ સિંઘ, શ્રીવત્સ ગોસ્વામી, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, સંદીપ બાવંકા, ખલીલ અહમદ, બંસીલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન, શહબાઝ નદીમ, ટી નટરાજન, મોહમ્મદ નબી, જોની બેરિસ્ટો, બિલ સ્ટાનલેક, રિદ્ધિમાન સાહા, ફાબિયન અલેન, મિશેલ માર્શ, વિજય શંકર, સંજય યાદવ
    Published by:Ashish Goyal
    First published:November 03, 2020, 19:17 pm