IPL પહેલા આવી મોટી ખબર, વિરાટ કોહલીની ટીમ RCB થઈ ‘બંધ’, આ છે કારણ

આરસીબી અત્યાર સુધી 12 સિઝનમાં એકપણ આઈપીએલ ટાઇટલ જીતી શકી નથી

આરસીબી અત્યાર સુધી 12 સિઝનમાં એકપણ આઈપીએલ ટાઇટલ જીતી શકી નથી

  • Share this:
    નવી દિલ્હી : આ સમયે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડમાં છે. આ દરમિયાન તેની આઈપીએલની ટીમને લઈને મોટા સમાચાર આવ્યા છે. બુધવારે આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સોશિયલ મીડિયામાંથી ફોટા ગાયબ થઈ ગયા છે. આરસીબીના ઇંસ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટના બધા ફોટો ડિલીટ થઈ ગયા છે.


    ક્રિકેટ કોમેન્ટર હર્ષા ભોગલે આ કારણે આશ્ચર્યવ્યક્ત કર્યું છે. લેગ સ્પિનર અને આરસીબીના સભ્ય યુજવેન્દ્ર ચહલે પણ ટ્વિટ કરીને આનું કારણ પૂછ્યું છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આરસીબીનું ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ હેન્ડલ બ્લોક થઈ ગયા છે પણ બીજી તરફ કેટલાક અન્ય રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે.


    મીડિયામાં રિપોર્ટ્સ છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ફ્રેન્ચાઇઝી આગામી આઈપીએલ સિઝન પહેલા પોતાનું નામ અને લોગો બદલી શકે છે. બતાવવામાં આવી રહ્યું છે કે આરસીબી 16 ફેબ્રુઆરીએ આ મુદ્દે મોટી જાહેરાત કરી શકે છે અને આ માટે ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટથી ફોટો ડિલીટ કરી નાખ્યા છે. આટલું જ નહીં ટ્વિટર પર ફ્રેન્ચાઇઝીએ પોતાનું નામ રોયલ ચેલેન્જર્સ બેંગલોરથી બદલીને રોયલ ચેલેન્જર્સ કરી દીધું છે. હવે જોવું એ રહ્યું કે બેંગલોરની ટીમનું નવું નામ શું રાખવામાં આવે છે, જેના માટે 16 ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે.


    આઈપીએલ ટીમનું નામ બદલાયું હોય તેવો પ્રથમ બનાવ નથી. ગત સિઝનમાં દિલ્હી ડેરડેવિલ્સે પોતાનું નામ બદલીને દિલ્હી કેપિટલ્સ કરી લીધું હતું. હાલમાં જ બેંગલોરે મુથુટ કોર્પોરેશન સાથે કરાર કર્યો છે અને બની શકે છે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ચેરમેન સંજીવ ચુરીવાલા અને મુથુટ ગ્રૂપે મળીને ફ્રેન્ચાઇઝીનું નામ નક્કી કર્યું હોય.


    આરસીબી અત્યાર સુધી 12 સિઝનમાં એકપણ આઈપીએલ ટાઇટલ જીતી શકી નથી. આરસીબીની ટીમ 2009 અને 2011માં રનર્સ અપ રહી હતી.
    Published by:user_1
    First published: