બે વર્ષ બાદ વાપસી કર્યા બાદ શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર મેચોમાં જીત મેળવીને પોતાનો દબદબો બનાવી લીધો છે. આજે આઈપીએલમાં બે સૌથી મોટા કેપ્ટનો વચ્ચે ટક્કર થશે. જેમાં એક કેપ્ટન કૂલ છે જ્યારે એક કેપ્ટન હોટ છે.
IPLના 11મી સિઝનમાં આજે બે દિગ્ગ્જ કેપ્ટનો સાથે-સાથે ધુરંધરો વચ્ચે ટક્કર થશે, પરંતુ આરસીબીની ટીમ અત્યાર સુધી ખરાબ ફોર્મમાં ચાલી રહી છે. જોકે, દિલ્હી સામે મેચ જીતતા તેમનું આત્મવિશ્વાસ થોડ્યું વધ્યું છે, તેવામાં આજે એટલે કે, 25 એપ્રિલે ચેન્નાઈના એ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે.
વિરાટ કોહલીની કેપ્ટનસીવાળી બેંગ્લોર માટે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનસીવાળી ચેન્નાઈનો સામનો સરળ રહશે નહી. ધોનીની ટીમે પાંચ મેચોમાંથી એક મેચમાં જ હારનો સામનો કર્યો છે, જ્યારે બેંગ્લોર હજું સુધી માત્ર બે જીત મેળવી શકી છે.
ચેન્નાઈમાં છે દમ
ચેન્નાઈના બેટ્સમેનોએ દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શેન વોટ્સન અને અંબાતી રાયડૂની સલામી જોડી ફોર્મમાં ચાલી રહી છે જે બેંગ્લોરના અત્યાર સુધી ટ્રેક પરથી નીચે ઉતરેલ બોલિંગ આક્રમણ વિરૂદ્ધ ખતરનાક સાબિત થઈ શકે છે.
સુરેશ રૈના, ડ્વેન બ્રાવો અને કેપ્ટન ધોનીની હાજરીમાં ચેન્નાઈ કોઈપણ પરિસ્થિતિમાં ગમે ત્યાંથી મેચ જીતી શકે છે. આ ત્રણેયમાં એવી ક્ષમતા છે કે તેઓ ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી શકે છે અને ટીમને કોઈપણ ટાર્ગેટ સુધી પહોંચાડી શકે છે.
બોલિંગમાં દિપક ચાહરે ખુબ જ પ્રભાવિત કર્યા છે, દિપકને શાર્દૂલ ઠાકૂરનો પણ સારો એવો સાથ મળ્યો છે. બંને ક્રમશ: પાંચ અને ચાર મેચ રમ્યા છે અને 6-6 વિકેટ પોતાના નામે કરી છે. તે ઉપરાંત દિગ્ગજ ખેલાડી વોટ્સન પણ ટીમની બોલિંગ લાઈનઅપમાં સામેલ છે. તે ઉપરાંત સ્પિનમાં લેગ સ્પિનર ઈમરાન તાહિર અને રવિન્દ્ર જાડેજા પણ અત્યાર સુધી ટીમ માટે ખુબ જ અસરકારક સાબિત થયા છે.
દમ બતાવી શકી નથી કોહલીની ટીમ
બીજી તરફ બેંગ્લોની ટીમમાં કોહલી, એબી ડિવિલિયર્સ, મનદીપ સિંહ, ક્વિન્ટક ડી કોક અને બ્રેન્ડન મેક્કલમ જેના નામ છે, પરંતુ આમાં કોહલીને છોડીને એકપણ બેટ્સમેન પોતાના નામ અનુરૂપ પ્રદર્શન કરી શક્યો નથી.
કોહલીએ પાંચ મેચોમાં 57.75ની એવરેજથી 231 રન આપ્યા છે. ડિવિલિયર્સે દિલ્હી ડેયરડેવિલ્સ વિરૂદ્ધ 39 બોલમાં 90 રનની અણનમ ઈનિંગ રમીને મેચ જીતાડી હતી. તેવામાં ખરાબ પરિસ્થતિમાં એબી તેમનું ફોર્મ આવું જ બરકરાર રાખે તો આરસીબીને રાહત મળી શકે છે.
બેંગ્લોરની સૌથી મોટી સમસ્યા ઓપનિંગ જોડી વ્યવસ્થિતિ ન મળવાની રહી છે. બોલિંગમાં યૂઝવેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદર પાસે પણ ટીમ ઘણી બધી આશાઓ રાખીને બેસી છે. બોલિંગમાં પણ ક્રિસ વોક્સે પણ પ્રભાવિત કર્યા છે અને આઠ વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે ઉમેશ યાદવના નામે પણ આઠ વિકેટો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર