Home /News /gujarat /IPPB Recruitment 2022 : ગ્રામીણ ડાક સેવકની 650 જગ્યાની ભરતી, 30,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

IPPB Recruitment 2022 : ગ્રામીણ ડાક સેવકની 650 જગ્યાની ભરતી, 30,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

IPBB Recruitment 2022 : આઈબીપીબીમાં ભરતી, 650 જગ્યા માટે કરો અરજી

IPBB Recruitment 2022 : ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (India Post Payments Bank IPPB), પોસ્ટ વિભાગ (Indian Post) દ્વારા 650 જગ્યાની ભરતી બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
  IPPB Recruitment 2022: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (India Post Payments Bank IPPB), પોસ્ટ વિભાગ (Indian Post) અને સંચાર મંત્રાલય (Ministry of Communications) દેશભરમાં 650 ગ્રામીણ ડાક સેવકોની ખાલી જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી રહ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો www.ippbonline.com વેબસાઇટની મુલાકાત લઈને 10 મેથી 20 મે 2022 દરમિયાન ઑનલાઇન અરજી કરી શકે છે. જોકે, અન્ય કોઈ મોડમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં. સફળ અરજદારોને ઓનલાઈન પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

  DoP અને IPPB વચ્ચે બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ વ્યવસ્થા દ્વારા લીડ જનરેશન, ડાયરેક્ટ સેલ્સ, કોઓર્ડિનેશન અને બિઝનેસ જનરેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે કુલ 650 વ્યક્તિઓની ભરતી કરવામાં આવશે.

  GDS Recruitment 2022: મહત્વપૂર્ણ તારીખો

  ઉમેદવારો દ્વારા અરજીમાં ફેરફાર/મોડિફિકેશન સહિત ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆતની તારીખ - 10 મે, 2022

  IPPB GDS ઓનલાઈન રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ - 20 મે, 2022

  IPPB GDS ઓનલાઈન પેમેન્ટની અરજી ફી સબમિશન તારીખ - 10 મેથી 20 મે 2022

  IPPB GDS પરીક્ષા તારીખ - જૂન 2022 (ઉમેદવારોને કૉલ લેટર દ્વારા જાણ કરવામાં આવશે)

  IPPB GDS એડમિટ કાર્ડની તારીખ - અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પછી 7-10 દિવસ

  IPPB GDS રિઝલ્ટ તારીખ - જૂન 2022

  IPPB GDS 2022 Vacancy Details

  ગ્રામીણ ડાક સેવક: 650

  GDS Recruitment 2022: રાજ્ય મુજબ વેકેન્સી

  રાજ્યવેકેન્સી
  આંધ્રપ્રદેશ34
  અસમ25
  બિહાર76
  છત્તીસગઢ20
  દિલ્હી4
  ગુજરાત31
  હરિયાણા12
  હિમાચલ પ્રદેશ9
  જમ્મુ-કાશ્મીર5
  ઝારખંડ8
  કર્ણાટક42
  કેરળ7
  મધ્યપ્રદેશ32
  મહારાષ્ટ્ર71
  ઓડિશા20
  પંજાબ18
  રાજસ્થાન35
  તમિલનાડુ45
  તેલંગાણા21
  ઉત્તરપ્રદેશ84
  ઉત્તરાખંડ3
  પ.બંગાળ33
  નાગાલેન્ડ3
  અરુણાચલ પ્રદેશ2
  મેઘાલય2
  ત્રિપુરા3
  મિઝોરમ1
  મણિપુર4
  એક્ઝિક્યુટિવ તરીકે IPPB સાથે સંકળાયેલા GDSને લાગુ પડતા કપાત અને યોગદાન સહિત દર મહિને 30,000/- રૂપિયા મળવા પાત્ર રહેશે.

  આ પણ વાંચો : UPSC Recruitment 2022: UPSCમાં 71 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક, અહીંથી ભરો ફોર્મ

  IPPB GDS ભરતી 2022 પાત્રતા માપદંડ

  - ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી/સંસ્થા/બોર્ડમાંથી (અથવા) સરકારી નિયમનકારી સંસ્થા દ્વારા માન્ય સ્નાતક

  - GDS તરીકે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ.

  - ઉંમર 20થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ

  - IPPB GDS 2022 પસંદગી માપદંડ

  ઉમેદવારોની પસંદગી ઓનલાઈન લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

  GDS Recruitment 2022: IPPB GDS પરીક્ષા પેટર્ન 2022
  SubjectNumber of QuestionsMarksTime
  Awareness about IPPB products20201 hour and 30 minutes
  Basic Banking/Payment Banks Awareness2020
  General Awareness1515
  Computer Awareness, Digital Payments/ Banking and Telecom Awareness2020
  Numerical Ability2020
  Reasoning Ability1515
  English Language1010
  Total120120  - પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
  - પરીક્ષામાં ગુણની લઘુત્તમ લાયકાત ટકાવારી 40 હશે.

  IPPB ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  - સૌપ્રથમ https://ippbonline.com/web/ippb/current-openings પર જાઓ અને "APPLY ONLINE" વિકલ્પ પર ક્લિક કરો, જે નવી સ્ક્રીન ખોલશે.

  - તમારી અરજી રજીસ્ટર કરવા માટે "Click here for New Registration" ટેબ પસંદ કરો અને તમારું નામ, સંપર્ક વિગતો અને ઈમેલ-આઈડી દાખલ કરો.

  - રજીસ્ટ્રેશન બાદ 'Validate your details' અને 'Save & Next' પર ક્લિક કરીને તમારી વિગતો વેલિડેટ કરો અને તમારી અરજી સાચવો.

  - ફોટો અને સહી અપલોડ કરવા આગળ વધો.

  - અરજી પત્રકની અન્ય વિગતો ભરો.

  - COMPLETE REGISTRATION પહેલાં સમગ્ર અરજી ફોર્મનું ચકાસણી કરવા માટે Preview ટેબ પર ક્લિક કરો.

  નોકરીની ટૂંકી વિગતો
  જગ્યા650
  શૈક્ષણિક લાયકાતભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી/સંસ્થા/બોર્ડમાંથી (અથવા) સરકારી નિયમનકારી સંસ્થા દ્વારા માન્ય સ્નાતક
  પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
  ગુજરાતમાં જગ્યા31
  ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ20-5-2022
  ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
  ઓનલાઈન અરજી કરવા માટેઅહીયા ક્લિક કરો  આ પણ વાંચો :  SSA Gujarat Recruitment : સર્વ શિક્ષા અભિયાનની 62 જગ્યા પર ભરતી, 20,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

  - જો જરૂરી હોય તો વિગતોમાં ફેરફાર કરો અને ફોટોગ્રાફ, સહી અને અન્ય વિગતો સાચી છે કે કેમ તેની ચકાસણી અને ખાતરી કર્યા પછી જ 'COMPLETE REGISTRATION' પર ક્લિક કરો.

  - 'Payment' ટૅબ પર ક્લિક કરો અને પેમેન્ટ માટે આગળ વધો.

  - 'Submit' બટન પર ક્લિક કરો.

  IPPB GDS 2022 એપ્લિકેશન ફી

  - રૂ. 700/-
  Published by:Jay Mishra
  First published:

  Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन