Home /News /gujarat /

કચ્છમાં ગેરકાયદે ઘુસી આવેલા 8 બાંગ્લાદેશીને ઝડપી લેવાયા

કચ્છમાં ગેરકાયદે ઘુસી આવેલા 8 બાંગ્લાદેશીને ઝડપી લેવાયા

ભૂજઃકચ્છમાં ગાંધીધામ વિસ્તારમાં આવેલી ટીમ્બર કંપનીઓમાં મજુરી કરીને છુપાઈને રહેતા આઠ બાંગ્લાદેશી નાગરિકોને પોલીસે પકડી પાડયા છે. આ કેસની તપાસમાં વધુ અનેક બાંગ્લાદેશી નાગરિકો મળી આવે તેવી શકયતા છે.

ભૂજઃકચ્છમાં ગાંધીધામ વિસ્તારમાં આવેલી ટીમ્બર કંપનીઓમાં મજુરી કરીને છુપાઈને રહેતા આઠ બાંગ્લાદેશી નાગરિકોને પોલીસે પકડી પાડયા છે. આ કેસની તપાસમાં વધુ અનેક બાંગ્લાદેશી નાગરિકો મળી આવે તેવી શકયતા છે.

  • Web18
  • Last Updated :
ભૂજઃકચ્છમાં ગાંધીધામ વિસ્તારમાં આવેલી ટીમ્બર કંપનીઓમાં મજુરી કરીને છુપાઈને રહેતા આઠ બાંગ્લાદેશી નાગરિકોને પોલીસે પકડી પાડયા છે. આ કેસની તપાસમાં વધુ અનેક બાંગ્લાદેશી નાગરિકો મળી આવે તેવી શકયતા છે.

ગાંધીધામ એલસીબી અને એસઓજી પોલીસે તપાસ દરમિયાન ભચાઉના મોટી ચીરઈ ગામ પાસે આવેલી માઈક્રો પ્લાયવુડ કંપની અને અમુલ્યા કંપનીમાંથી  આઠ બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડ્યા છે. પોલીસે પકડેલા બાગ્લાદેશીઓમાં નકુલ દિપેન રાય ( ઉ. 19)  દયાલ સુશીલ રાય (ઉ. 19),  રતન બિરેન્દ્ર રાય (ઉ.  28) ,  નબોદિપ ધનકુમાર રાય (ઉ. 20),  સાગર ફઝલુ તસવીમ મંડોલ (ઉ. 20)  સુકુમાર ઠાકુરદાસ રાય (ઉ. 26)  અમરિશ ગોંવિદ રાય (ઉ.  19)  આરીફુલ ઈસ્લામ રમજાનઅલી (ઉ. 19)નો સમાવેશ થાય છે. તમામ લોકો બાંગ્લાદેશના દિનશાપુર જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ બાંગ્લાદેશી શખ્સો પૈકી કોઈ  બે વર્ષથી તો કોઈ પાંચ વર્ષથી આ કંપનીઓમાં નોકરી કરતા હતા.  જોકે આ શખ્સો પાસેથી કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી.  દરમિયાન પોલીસે આ રીતે કોઈ ઓળખ વગર અજાણ્યા લોકોને કામે રાખવા અંગે કંપનીના જવાબદારો સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીધામ- ભચાઉ હાઈવે પર અનેક કંપનીઓ આવેલી છે. જેમાં હજારો પરપ્રાંતીય લોકો કામ કરે છે. તેમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી લોકો હોવાનું માનવામાં આવી રહયું છે.  ખાસ કરીને પોલીસ દ્વારા કંપનીઓમાં તપાસ ન થતી હોવાથી અનેક લોકો આ રીતે ઘુસી ગયા છે.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, દેશ, દેશ વિદેશ, બાંગ્લાદેશ, વિરોધ, વિવાદ, સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन