મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત, જામનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ મ્યૂઝિયમ બનશે

મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત, જામનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ મ્યૂઝિયમ બનશે
મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત, જામનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ મ્યૂઝિયમ બનશે

3600 ચો. મીટરમાં રાજ્ય સરકાર 15 કરોડ રૂપિયાના ખર્ચે બનાવશે અત્યાધુનિક રણજિતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિયમ

 • Share this:
  ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં 3600 ચો.મીટર વિસ્તારમાં રૂ. ૧પ કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમનું નિર્માણ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ અપાવનારા રણજિતસિંહજીનું નામ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ સાથે જોડીને તેને રણજિંતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિયમ તરીકેની આગવી ઓળખ અપાશે. મુખ્યમંત્રીએ આ સ્પોર્ટસ મ્યૂઝિયમમાં ભારતની રમત-ગમત ક્ષેત્રની સ્વર્ણિમ ક્ષણો ગોલ્ડન મોમેન્ટસ અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

  તેમણે આ મ્યૂઝિયમની વિશેષતાઓની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ સંગ્રહાલયમાં ભારત દેશના અને ગુજરાતના રમતવીરોનો ગૌરવવંતો ઇતિહાસ તથા ભારતમાં અને ગુજરાત રાજ્યમાં જન્મેલા નામાંક્તિ રમતવીરો રણજીતસિંહ (ક્રિકેટર), દિલિપસિંહજી (ક્રિકેટર) વગેરે તથા ગુજરાતના અન્ય નામાંક્તિ રમતવીરોની કારકિર્દી અને તેઓએ રમતોમાં મેળવેલ સિદ્ધિઓની પ્રદર્શની દ્વારા ગુજરાતના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવવા માટેની પ્રેરણા આપવાનો પ્રયાસ કરાશે.  આ પણ વાંચો - સુરત : અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે લોકો પાસેથી ફંડ ઉઘરાવતો એક ઠગ ઝડપાયો

  રણજિંતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિમમાં આધુનિક ટેકનોલોજી જેમાં 3D Projection, Holography, Augmented Reality, Sensor Based Sound Mapping, Elegant & Attractive Lighting System વગેરે થી દેશના રમત-ગમમત ક્ષેત્રની ગૌરવગાથાની પ્રસ્તુતિથી હાલની પેઢીના યુવાનો રમત-ગમત પ્રવૃત્તિઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ સિદ્ધિ મેળવવા માટે પ્રેરિત થશે. દેશની રમત-ગમત ક્ષેત્રે (Golden Moments) સ્વર્ણિમ ક્ષણો અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા આ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવશે.

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રસિદ્ધ સંગ્રહાલય તરીકે આગવી ઓળખ ઊભી કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
  Published by:Ashish Goyal
  First published:January 15, 2021, 15:51 pm

  ટૉપ ન્યૂઝ