Home /News /gujarat /ગુપ્તચર વિભાગે આપ્યું મોટું Alert : યાસીન મલિકની સજાના વિરોધમાં થઈ શકે છે મોટો આતંકવાદી હુમલો

ગુપ્તચર વિભાગે આપ્યું મોટું Alert : યાસીન મલિકની સજાના વિરોધમાં થઈ શકે છે મોટો આતંકવાદી હુમલો

યાસિન મલિકને સજા બાદ દિલ્હીમાં એલર્ટ

ગુપ્તચર એજન્સીએ એલર્ટ આપ્યું છે કે, યાસીન મલિક (Yasin Malik) ને દોષિત ઠેરવવાના વિરોધમાં, તેના સખત સમર્થકો અને તેની નજીકના આતંકવાદી સંગઠનોના વડાઓએ સરહદ પારથી આતંકવાદી હુમલાની યોજના બનાવેલી છે.

નવી દિલ્હી. અલગતાવાદી નેતા યાસીન મલિક (Yasin Malik) ને લઈને સુરક્ષા એજન્સીઓને મોટું એલર્ટ આપવામાં આવ્યું છે. આ એલર્ટ દેશના ગુપ્તચર વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ઉપરાંત, દિલ્હી પોલીસને લગભગ 6 થી 7 સંવેદનશીલ એલર્ટ મળ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે, અલગતાવાદી નેતા યાસીન મલિકની સજાના વિરોધમાં દિલ્હી એનસીઆરમાં આતંકવાદી હુમલાની ઘટનાને અંજામ આપી શકે છે

દેશની રાજધાની અને એનસીઆર આતંકવાદીઓના નિશાના પર છે. એલર્ટ મુજબ જે દિવસે યાસીન મલિકને NIA કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તે જ દિવસથી, દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, યાસીન મલિકને દોષિત ઠેરવવાના વિરોધમાં, તેના સખત સમર્થકો અને તેની નજીકના આતંકવાદી સંગઠનોના વડાઓએ સરહદ પારથી આતંકવાદી હુમલાની યોજના બનાવેલી છે. દિલ્હી એનસીઆરમાં આતંકવાદ વિરોધી પગલાં લેવા જોઈએ. ખાસ કરીને ટુ વ્હીલર જે નંબર પ્લેટ વગર અથવા શંકાસ્પદ નંબર પ્લેટ વગર જણાય તેના પર ખાસ નજર હેઠળ રાખવી જોઈએ. આ એલર્ટ બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તૈયાર છે.

બુરહાન વાની એન્કાઉન્ટરની 30 મિનિટ બાદ જ મારી ધરપકડ કરી: કોર્ટરૂમમાં મલિક

તમને જણાવી દઈએ કે, NIAએ યાસીન મલિકને ફાંસી આપવાની માંગ કરી હતી. જે બાદ યાસીન મલિકે કોર્ટમાં પોતાની દલીલ આપતા કહ્યું કે, બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ 30 મિનિટમાં જ મારી ધરપકડ કરવામાં આવી હતી. પીએમ અટલ બિહારી વાજપેયી સરકારે મને પાસપોર્ટ ફાળવ્યો અને ભારતે મને પ્રવચનો આપવાની મંજૂરી આપી, કારણ કે હું ગુનેગાર નહોતો. ન્યાયાધીશે પણ કહ્યું કે, આ કેસ પહેલા મલિક વિરુદ્ધ અન્ય કોઈ કેસ કે ટ્રાયલ ચાલી રહી નથી.

NIAએ કલમ-121 હેઠળ મહત્તમ સજાની માંગ કરી છે. મહત્તમ સજા મૃત્યુ સુધી ફાંસી છે. આ કલમ હેઠળ લઘુત્તમ સજા આજીવન કેદ છે.

આ પણ વાંચોYasin Malik Love Story : અલગતાવાદી યાસીન મલિકની પત્ની એક સમયે ન્યૂડ પેઈન્ટિંગ્સ બનાવવા માટે હતી ફેમસ

મલિકે કહ્યું- 1994 પછી મેં ગાંધીજીના સિદ્ધાંતો અપનાવ્યા

મલિકે એમ પણ કહ્યું કે, 1994માં શસ્ત્રો છોડ્યા બાદ મેં મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનું પાલન કર્યું છે. અને ત્યારથી હું કાશ્મીરમાં અહિંસક રાજનીતિ કરી રહ્યો છું. કોર્ટરૂમમાં યાસીને કહ્યું કે, જો હું 28 વર્ષમાં કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિ અથવા હિંસામાં સામેલ થયો છું, આવું ભારતીય ગુપ્તચર વિભાગ જણાવે તો હું પણ રાજકારણમાંથી પણ સંન્યાસ લઈ લઈશ, અને હું ફાંસી સ્વીકારીશ. મેં 7 PM સાથે કામ કર્યું છે.
First published:

Tags: Jammu Kashmir News, Yasin malik

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો