રાજ્ય સરકારના દબાણ બાદ વીમા કંપનીઓએ માત્ર એડહોક પેમેન્ટના ડ્રાફ્ટ ચૂકવવા તૈયારી દર્શાવી

રાજ્ય સરકારના દબાણ બાદ વીમા કંપનીઓએ માત્ર એડહોક પેમેન્ટના ડ્રાફ્ટ ચૂકવવા તૈયારી દર્શાવી
પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગરના અમુક ખેડુતોએ કરેલી અરજીમાં સરકારના અને કોર્ટના વલણ બાદ વીમા કંપનીએ આ નિર્ણય લીધો

  • Share this:
અમદાવાદ : રાજ્ય સરકારના દબાણ બાદ વીમા કંપનીઓએ માત્ર એડહોક પેમેન્ટના ડ્રાફ્ટ ચૂકવવા તૈયારી દર્શાવી છે. સુરેન્દ્રનગરના અમુક ખેડુતોએ કરેલી અરજીમાં સરકારના અને કોર્ટના વલણ બાદ વીમા કંપનીએ આ નિર્ણય લીધો છે. જેથી આગામી સમયમાં ખેડુતોને વળતર મળવાનો માર્ગ મોકળો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાક વીમાં કંપનીઓની મનમાની સામે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઇકોર્ટે પાક વીમા કંપનીઓની ઝાટકણી કાઢી હતી. 2017-18માં ખેડૂતોને પાકવીમાનું વળતર હજુ સુધી ચુકવાયુ નથી. એટલુ જ નહી પરંતુ SBI જનરલ વીમા કંપનીએ તો વળતર આપવાની પણ ના પાડી દીધી છે. ખેડૂતોએ વીમાના વળતર માટે માંગણી કરી હતી.

ખેડૂતોએ વીમાના વળતર માટેની માગ કરી હતી. વર્ષ 2017-18માં ખેડૂતોને નુકસાન થયું હતું. SBI જનરલ વીમા કંપનીએ વળતર આપવાની ના પાડી હતી. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ કરી હતી. નુકસાનું વળતર વીમા કંપનીએ આપવું જોઇએ. કોર્ટે વીમા કંપનીને એફિડેવિટ કરવા કર્યો આદેશ પણ કર્યો હતો.આ પણ વાંચો - કેતન ઇનામદાર રાજીનામા મામલે નીતિન પટેલે કહ્યું - કોંગ્રેસવાળાના વાળ સફેદ થશે તો પણ તેમનો વારો આવશે નહીં

વીમા કંપનીઓ કરે છે મનમાની, સરકારની કોર્ટમાં હતી રજુઆત
ગુજરાતમાં વીમા કંપનીઓ સરકારને પણ ગાંઠતી નથી. સરકાર ગમે તે કહે પરંતુ વીમા કંપની તો પોતાની મનમાની કરવામાં મગ્ન છે. દર વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાને પગલે જગતના તાત ખેડૂતને નુકસાન થાય છે ત્યારે સરકાર પાક વીમાને નામે જાણે લોલીપોપ આપી ખેડૂતોને બંધ કરી દેવાની કવાયત કરતી હોય તેવો ઘાટ ઘડાયો છે. ખુદ સરકારને વારંવાર રજૂઆત કર્યા બાદ આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો.
First published:January 23, 2020, 20:52 pm

टॉप स्टोरीज