Home /News /gujarat /લૉકડાઉનમાં પોતાની 20 ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી હોટલમાં ‘કેદ’ છે આ દેશનો રાજા

લૉકડાઉનમાં પોતાની 20 ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી હોટલમાં ‘કેદ’ છે આ દેશનો રાજા

જર્મનીની હોટલના આખા ચોથા ફ્લોરને ભાડે લઈ લીધો, રાજાની ગર્લફ્રેન્ડને કહેવાય છે ‘સેક્સ સોલ્જર’

જર્મનીની હોટલના આખા ચોથા ફ્લોરને ભાડે લઈ લીધો, રાજાની ગર્લફ્રેન્ડને કહેવાય છે ‘સેક્સ સોલ્જર’

બેન્કોકઃ એક તરફ જ્યાં સમગ્ર દુનિયા કોરોના સંક્રમણ (Coronavirus)થી પરેશાન છે અને લૉકડાઉનના કારણે અનેક દેશોની અર્થવ્યવસ્થા ગંભીર રીતે ખરાબ છે. બીજી તરફ, થાઇલેન્ડ (Thailand)ના રાજાએ પોતાને એક લક્ઝરી હોટલમાં કેદ કરી દીધા છે. દેશમાં લૉકડાઉન લાગુ થયા બાદથી થાઈલેન્ડના રાજા મહા વાચિરાલોંગકોંન (King Maha Vajiralongkorn) પોતાની 30 ગર્લફ્રેન્ડ સાથે જર્મનીની એક લક્ઝરી હોટલમાં રહી રહ્યા છે. જોકે રાજાનું આ પગલું લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન પણ માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે રાજાની પતી સ્વિત્ઝરલેન્ડમાં છે જ્યારે તેઓ જર્મનીમાં રોકાયા છે.

‘ધ સન’ના અહેવાલ મુજબ રાજા બેંકોકથી લગભગ 19,000 કિ.મી. દૂર જર્મનીની હોટલમાં રહેવા માટે ગયા છે. તેઓ પોતાની 20 ગર્લફ્રેન્ડ સાથે ત્યાં પહોંચ્યા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ જાતને હોટલ (Grand Hotel Sonnenbichl)માં આઇસોલેટ કરવાનો નિર્ણય કર્યો છે. રાજા હાલ જર્મનીના બાવરિયા શહેરની લક્ઝરી હોટલમાં રોકાયા છે. મળતી માહિતી મુજબ કોરોના સંક્રમણના કેસ વધતાં જોઈ તેઓ માર્ચના અંતમાં પોતાની 20 ગર્લફ્રેન્ડ સાથે જર્મની આવી ગયા. આ દરમિયાન તેઓ જર્મનીથી સ્વિત્ઝરલેન્ડ થઈને બેન્કોક પણ ગયા અને પછી પરત હોટલ આવી ગયા. આ દરમિયાન તેમની પત્ની રાની સુથિડા પણ સ્વિત્ઝરલેન્ડથી તેમની સાથે થઈ ગઈ હતી એન પરત આવતાં દરમિયાન પત્ની ફરી સ્વિત્ઝરલેન્ડમાં રોકાઈ ગઈ.


હોટલના સમગ્ર ચોથા ફ્લોરને ભાડે લઈ લીધો

મળતી જાણકારી મુજબ, રાજાએ આ હોટલનો સમગ્ર ચોથો ફ્લોર પોતાના અને પોતાની ગર્લફ્રેન્ડ માટે બુક કરાવી દીધો છે. જર્મનીની સરકારે થાઇલેન્ડના રાજાને રોકાયા હોવાના કારણે હોટલ સ્ટાફને કામ ચાલુ રાખવા માટે સ્પેશલ પરમિશન આપી છે. થોડા દિવસો પહેલા જર્મનીમાં લૉકડાઉન તોડીને થાઇલેન્ડ જનારા રાજાએ ચક્ર ડે સેલિબ્રેશન દરમિયાન કહ્યું કે, આ મહામારી કોઈની ભૂલથી નથી ફેલાઈ. સરકાર તેના કારણોને સમજતાં સમસ્યાનો ઉકેલ શોધવાના પ્રયાસમાં છે.

આ પણ વાંચો, કોરોનાઃ UNICEFનો દાવો, ભારતમાં આ વર્ષે 9 મહિનામાં સૌથી વધુ બાળકો જન્મ લેશે

ગર્લફ્રેન્ડને કહેવાય છે ‘સેક્સ સોલ્જર’

રાજાના હરમમાં દરેક વખતે 20 યુવતીઓ હોય છે જેમને દેશમાં ‘સેક્સ સોલ્જર’ના નામથી ઓળખવામાં આવે છે. જોકે, મળતી જાણકારી મુજબ આ રાજાના બોડીગાર્ડ્સ નથી પરંતુ રોલ પ્લેમાં એવું બને છે જે રાજાની પસંદની રમત માનવામાં આવે છે. અ તમામને મિલિટ્રીમાં રેન્ક પણ આપવામાં આવે છે. પિતાના મોતના ત્રણ વર્ષ બાદ 2019ના મે મહિનામાં મહા વજિરાલૉન્ગકોર્નને રાજા બનાવવામાં આવ્યા હતશા. રાજાએ 4 વાર લગ્ન કર્યા છે. તેઓ હાલ ચોથી પત્નીની સાથે રહે છે. ચોથી પત્ની પહેલા બોડિગાર્ડ હતી. આ પહેલા રાજાએ મહિલા વેઇટર સાથેના ત્રીજા લગ્ન સીક્રેટ રાખ્યા હતા, પરંતુ 2005માં દીકરાનો જન્મ થતાં સંબંધોનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો, કોરોના સંક્રમણના ડરથી કોઈએ 20 હજાર રૂપિયા ભરેલું વૉલેટ પણ ન ઉપાડ્યું!
" isDesktop="true" id="980301" >
First published:

विज्ञापन