મોરબી : વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર વહેલી સવારે પલટી, ચાલકનું મોત

માળીયા (મી.)ના વેજલપર-ઘાટીલા રોડ પર વહેલી સવારે દારૂથી ભરેલી ઇનોવા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી, ડ્રાઇવરનું મોત.

માળીયા (મી.)ના વેજલપર-ઘાટીલા રોડ પર વહેલી સવારે દારૂથી ભરેલી ઇનોવા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી, ડ્રાઇવરનું મોત.

 • Share this:
  અતુલ જોશી, મોરબી : મોરબી (Morbi District)માં ઘણા સમયથી પોલીસ અલગ અલગ જગ્યાએથી દારૂ (Liquor)નો જથ્થો પકડી રહી છે. કોઈ ચોક્કસ ગેંગ દારૂ સપ્લાય (Bootlegger Gang in Morbi) માટે સક્રિય થઈ હોવાની પણ લોકોમાં ચર્ચા જાગી છે. આજે તા. 29 મેના રોજ વહેલી સવારના પહોરમાં આશરે 6 વાગ્યાની આસપાસ વેજલપર-ઘાટીલા રોડ પર ઘાટીલા ગામ નજીક દારૂની બોટલોથી ભરેલી ઇનોવા કાર (Innova Car) નં. GJ-18-AB-8047 રોડની સાઈડમાં ઝાડી-ઝાંખરા પાસે અજાણ્યા કારણોસર પલટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં હળવદ ખાતે GIDC વિસ્તારમાં રહેતા કારચાલક સુરેશભાઈ હનુમાનરામ કરમાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.


  અકસ્માતના કારણે ભીડ જમા થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં પોલીસે મૃતકના મૃતદેહને પી.એમ. માટે માળિયાની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  ઉલ્લેખનીય છે કે દારૂબંધી તેમજ સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યૂ તેમજ ચાંપતો પોલીસ બંદોબસ્ત હોવા છતાં કાર ઘાટીલા પાસે કઈ રીતે પહોંચી તે એક મોટો પ્રશ્ન છે. ગઈકાલે જ મોરબી તાલુકા પોલીસે પણ મોટો જથ્થો પકડ્યો છે. ત્યારે હળવદ મોરબી વચ્ચે દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની પણ લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે.


  એવી પણ ચર્ચા જાગી છે કે મોડી રાત્રે વાડીમાં કટિંગ કરી દારૂ પહોંચાડવામાં આવે છે. મોરબી જિલ્લામાં દારૂના એક બુટલેગરે તંબુ તાંણ્યા હોવાની ચર્ચા પણ જોરશોરથી છે. આ બુટલેગર પોતે વાડી ખરીદે છે. બાદમાં કામ પૂરું થતાં તેને વેચી નાખે છે. બુટલેગર આ વાડીનો ઉપયોગ ફક્ત દારૂના ધંધા માટે જ કરતો હોવાની મોડ્સ ઓપરેન્ડરી ધરાવે છે.


  આ બુટલેગરેના હિસાબે દોઢ વર્ષ પૂર્વે વાંકાનેરમાં આર આર સેલની રેડ બાદ બે પીએસઆઈ અને બીટના પોલીસકર્મીઓના ભોગ લેવાયા હતા. હવે આ બુટલેગર કયા અધિકારીનો ભોગ લેશે તેવી ચર્ચા જાગી છે. હાલ માળીયા મિયાણા પીએસઆઈ જી. વી. વાણિયાએ આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
  Published by:user_1
  First published: