ગાંધીનગર : કોરોના મહામારી દરમિયાન ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક 5 દિવસનું ચોમાસુ સત્ર મળ્યું છે.વિધાનસભા સત્રના પહેલા દિવસે વિધાનસભાની બે બેઠકો રાખવામાં આવી હતી. જેમાં પહેલી બેઠકમાં શોક દર્શક ઠરાવ અને ત્રણ વિધયક પસાર કરવામાં આવ્યા હતા. તો કોરોના મહામારીમાં કોરોના વોરિયરની કામગીરી બિરદાવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સત્રની શરૂઆત પહેલા જ મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ સ્પષ્ટ કહ્યું હતું કે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવા કોંગ્રેસ પાસે કોઈ મુદા નથી સરકાર તમામ મોર્ચે તૈયાર છે. તો વિપક્ષના ધારાસભ્યોએ અતારાંકિત પ્રશ્નોત્તરીમાં સરકારને ઘેરવામાં સફળ રહ્યા હતા. જેમાં ખેડૂતોના હિતોની વાતો વચ્ચે કૃષિ મહોત્સવ પાછળ ખર્ચમાં કાપ મુકવાની માહિતી સામે આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015માં સરકારે કૃષિ મહોત્સવ પાછળ 3436 લાખની કરી હતી. જેમાં સતત ઘટાડો કરતા વર્ષ 2019માં માત્ર સરકારે 938 લાખનો જ ખર્ચ થયો હોવાનો સરકારનો વિધાનસભા અતારાંકીતમાં લેખિત જવાબ આપ્યો હતો. તો રાજ્યની ગ્રાન્ટઇન એઇડ માધ્યમિક શાળાઓમાં આચાર્ય-શિક્ષકોની ખાલી જગ્યાઓનો પ્રશ્ન સામે આવ્યો હતો, જેમાં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં શિક્ષકોની જગ્યા ખાલી હોવાની માહિતી સામે આવી હતી. રાજ્યના 33 જિલ્લામાં આચાર્યોની 1869 જગ્યા ખાલી છે જ્યારે અંગ્રેજી વિષયના 601 શિક્ષકોની , ગણિત-વિજ્ઞાનમાં 1049 શિક્ષકોની જગ્યાઓ ખાલીની માહિતી અતારાંકિત પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારનો લેખિતમાં જવાબ સામે આવી હતી.
રાજ્યમાં સરકારી સ્કૂલમાં શિક્ષકોની અછતની માહિતી પણ સામે આવે છે. સરકારી માધ્યમિક સ્કૂલમાં 1225 અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 533 શિક્ષકોની અછતની માહિતી સામે આવી છે. તો રાજ્યની સરકારી ઈજનેર કોલેજમાં અધધ જગ્યાઓ ખાલી હોવાની માહિતી પણ સામે આવી છે. જેમાં 16 માંથી 13 કોલેજમાં પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક અને સહાયક પ્રાધ્યાપકની જગ્યા ખાલી હોવાની માહિતી સામે આવી છે. રાજ્યની ઈજનેર કોલેજમાં પ્રાધ્યાપકની 52 જગ્યા ભરાયેલી જેની સામે 104 જગ્યા ખાલી છે. તો સહ પ્રાધ્યાપકની 192 બેઠક ભરેલી જ્યારે 194 બેઠક ખાલી છે. જ્યારે સહાયક પ્રાધ્યાપકની 1347 જગ્યા ભરાયેલી જેની સામે 298 બેઠક ખાલી હોવાનો સરકારે એકરાર કર્યો છે.
" isDesktop="true" id="1027361" >
સરકારી નોકરીઓમાં ફિક્સ પગારદારોના કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો મામલો પણ સામે આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટમાં કેસ લડવા માટે સરકારી વકીલોને 55 લાખ 51 હજાર 198 રૂપિયા ફી પેટે ચૂકવ્યા છે. જ્યારેછેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 4539 બોન્ડેડ ઉમેદવારોએ MBBS થઈને ઈન્ટર્નશિપ પૂર્ણ કરી ની માહિતી પણ સામે આવી છે. 4539 માંથી ફક્ત 2714 તબીબોને નિમણૂક આપવામાં આવી છે. 2714માંથી ફક્ત 646 તબીબો હાજર થયા છે. બોન્ડ હોવા છતાં તબીબો ગ્રામ્ય વિસ્તારમાં સેવામાં ન જોડાતા હોવાનો રાજ્ય સરકારનો વિધાનસભામાં સ્વીકાર અતારાંકિત પ્રશ્નોત્તરીમાં સરકારનો લેખિત જવાબ મળ્યો હતો. ખાનગી શાળા ફી નિયમન કાયદા ને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો મામલો પણ સામે આવ્યો હતો. રાજ્ય સરકારે આ કેસ લડવા સરકારી વકીલોને 37 લાખ 33 હજાર 900 રૂપિયા ફી પેટે ચૂકવ્યા. જ્યારે સુપ્રીમ કોર્ટના સરકારી વકીલોને 1 કરોડ 42 લાખ 50 હજાર રૂપિયા ફી પેટે ચૂકવ્યા છે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 39072 લોકો એ વાહન અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં વાહન અકસ્માતના મૃત્યુ દરમાં થયો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2015માં 8038 લોકો એ જીવ ગુમાવ્યો હતો જ્યારે એ આંકડો 2019માં ઘટી ને 7409 થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર