Home /News /gujarat /

Stock Market: શું શેર બજારમાં તેજી ચાલુ જ રહેશે? જાણો બજાર નિષ્ણાતોનો અભિપ્રાય

Stock Market: શું શેર બજારમાં તેજી ચાલુ જ રહેશે? જાણો બજાર નિષ્ણાતોનો અભિપ્રાય

ભારતીય શેર બજાર

Indian Stock Market: સ્વસ્તિસ્ક ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડના હેડ રિસર્ચ સંતોષ મીનાએ કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ભારતીય ઈક્વિટી માર્કેટમાં સપ્તાહની ખૂબ જ સારી શરૂઆત થઈ છે. નિફ્ટીએ 2 ફેબ્રુઆરી બાદ 20-DMA ઉપર બંધ મેનેજ કર્યું છે.

વધુ જુઓ ...
મુંબઈ: દલાલ સ્ટ્રીટ (Dalal Street)માં રોકાણ કરવું રોકાણકારો માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. સોમવારે BSE સેન્સેક્સમાં 1.68 ટકા (935.72 અંક)નો ઉછાળો આવતા 56,486.02 પર બંધ થયો છે. બીજી તરફ NSE નિફ્ટીમાં 1.45 ટકા (240.85 અંક) નો ઉછાળો આવતા 16,871.30 પર બંધ થયો છે. આ ઉછાળા પાછળ બેન્કિંગ અને IT ક્ષેત્રમાં જોરદાર લેવાલી અને ઓઇલની કિંમતમાં ઘટાડો જવાબદાર છે. જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસમાં રિસર્ચ હેડ વિનોદ નાયરે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, શેરબજાર (Indian stock market)માં હાલ લોકો શેર વેચવાની જગ્યાએ શેર ખરીદી રહ્યા છે. FIIનું વેચાણ અને કાચા તેલની કિંમત (Crude oil price)માં ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે ઘરેલૂ બજારમાં પ્રોત્સાહન મળી શકે છે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, રોકાણકાર વૈશ્વિક સ્તરે અપેક્ષા અનુસાર દરમાં વૃદ્ધિ કરવા માટે તૈયાર છે. ઘરેલુ WPI (Wholesale price index)માં ઉછાળા આવ્યો છે પરંતુ, ભવિષ્યમાં તેની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.

રોકાણકારોનો અભિપ્રાય


સ્વસ્તિસ્ક ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડના હેડ રિસર્ચ સંતોષ મીનાએ કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ભારતીય ઈક્વિટી માર્કેટમાં સપ્તાહની ખૂબ જ સારી શરૂઆત થઈ છે. નિફ્ટીએ 2 ફેબ્રુઆરી બાદ 20-DMA ઉપર બંધ મેનેજ કર્યું છે. ભારતીય ઈક્વિટી બજારે આજના દિવસમાં વૈશ્વિક રોકાણકારોને પાછળ છોડી દીધા છે.

સંતોષ મીનાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, FIIનું ઓછુ વેચાણ થયું તેની પાછળ રશિયા અને યુક્રેનનું યુદ્ધ, કાચા તેલની કિંમતમાં ઘટાડો, US ફેડ દ્વારા 25 અંકની કરવામાં આવેલ વૃદ્ધિ જવાબદાર હોઈ શકે છે. રશિયા અને યુક્રેનની યુદ્ધની પરિસ્થિતિમાં ઘણા ફેરફાર થશે. આવતીકાલે ઈન્ફ્લેશનના આંકડા પર પ્રતિક્રિયા આપવામાં આવશે.

ટેક્નિકલ માહિતી


સંતોષ મીનાએ ટેકનિકલ માહિતી આપતા જણાવ્યું કે, નિફ્ટી 16750-16800 ના મહત્વના ઝોનની ઉપર બંધ થવામાં સફળ રહ્યો છે. જ્યાં 16975નો 200-DMA એ નિર્ણાયક રઝિસ્ટન્સ છે. આના ઉપરથી આપણે 17,300ના લેવલ તરફ શોર્ટ-કવરિંગ રેલી અન્યથા ફરીથી વેચવાલીના દબાણની અપેક્ષા રાખી શકીએ છીએ. ડાઉનસાઇડ પર 16,740નું 20-DMA તાત્કાલિક સપોર્ટ તરીકે કામ કરશે, જ્યારે 16,500-16,400 આગામી સપોર્ટ ઝોન છે.

બેન્ક નિફ્ટીએ HDFC બેન્કના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ, 35,750-36,000 મહત્વપૂર્ણ ઝોન છે. જેના પરથી 36,500/37,000ના સ્તરની શોર્ટ કવરિંગ રેલીની અપેક્ષા રાખી શકાય છે. બીજી તરફ 34,300-34,000 હોવા છતાં, 35,000 સપોર્ટ ક્ષેત્ર તરીકે કાર્ય કરશે.

આ પણ વાંચો: બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકે હિટ કરી અપર સર્કિટ

દૈનિક ધોરણે ઇન્ડેક્સે બનાવી બુલિશ કેન્ડલ


ચોઈસ બ્રોકિંગના રિસર્ચ એસોસિએટ પલક કોઠારીએ કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, દૈનિક રીતે ઈન્ડેક્સે એક બુલિશ કેન્ડલ ક્રિએટ કર્યું છે અને 21-DMA પર શાનદાર ક્લોઝિંગ કર્યું છે. જે કાઉન્ટર પર શાનદાર મજબૂતી અંગે જણાવે છે. ઈન્ડેક્સે ડાઉનવર્ડ જતી ટ્રેન્ડલાઈનને બ્રેક કરી છે.

આ પણ વાંચો: તમારી મનપસંદ Maggi માટે હવે ચૂકવવી પડશે વધારે કિંમત

ઈન્ડેક્સ 21& 50 HMA પર બંધ થયો છે, જેના કારણે કિંમત મજબૂત હોય તેવું જણાઈ રહ્યું છે. મોમેન્ટ્મ ઈન્ડિકેટર MACD એક સકારાત્મક ક્રોસઓવર સાથે બિઝનેસ કરી રહ્યું છે જે, આગામી દિવસ માટે મજબૂતાઈ નક્કી કરે છે. હાલમાં ઈન્ડેક્સ 16,500ના લેવલને સપોર્ટ કરી રહ્યું છે અને રઝિસ્ટન્સ 17,000ના લેવલ પર છે. જો રઝિસ્ટન્સ લેવલ પાર થાય તો તે 17,200-17,300ના લેવલ સુધી જઈ શકે છે. બેન્ક નિફ્ટી માટે 34,600ના લેવલને સપોર્ટ આપવામાં આવ્યો છે અને રઝિસ્ટન્સ લેવલ 35,800 છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

આગામી સમાચાર