Indian Navy Recruitment 2022: નેવીમાં 155 SSC ઓફિસરની ભરતી, અહીંથી કરો અરજી
Indian Navy Recruitment 2022: નેવીમાં 155 SSC ઓફિસરની ભરતી, અહીંથી કરો અરજી
નેવીમાં ફાર્માસિસ્ટની ભરતી, રસધરાવતા ઉમેદવારો કરી શકે છે અરજી
Indian Navy Recruitment 2022 : ભારતીય નૌ સેના ઈન્ડિયન નેવીમાં શોર્ટ સર્વિસ કમિશનના માધ્યમથી 155 ઓફિસરની ભરતી કરવામાં આવશે. ઉમેદવારો માટે ઓનલાઇન એપ્લિકેશન અને નોટિફિકેશનની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી છે
Indian Navy Recruitment 2022: ઈન્ડિયન નેવી (Indian Navy) દ્વારા વિવિધ ફિલ્ડમાં શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર્સ (Short Service Commission Officers) ની ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. અરજી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારો joinindiannavy.com પરથી આ ખાલી પડેલા પદો માટે 12 માર્ચ 2022 સુધી અરજી કરી શકે છે.
ઈન્ડિયન નેવલ એકેડમી (the Indian Naval Academy) માં SSC અધિકારીઓ માટે 155 ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 155માંથી 93 જગ્યાઓ એક્સીક્યુટીવ બ્રાંચ માટે, 17 જગ્યાઓ એજ્યુકેશનલ બ્રાંચ માટે અને 45 જગ્યાઓ ટેકનિકલ બ્રાંચ માટે ફાળવવામાં આવી છે.
Indian Navy Recruitment 2022 ખાલી પડેલા પદો વિશે વિગતો
જે ઉમેદવારોએ ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ અથવા સમકક્ષ CGPA મેળવ્યા હોય. ઉમેદવારો કે જેમણે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વિદેશી યુનિવર્સિટી/કોલેજ/સંસ્થામાંથી 60 ટકા ગુણ અથવા સમકક્ષ CGPA સાથે એન્જીનિયરિંગ ડિગ્રી મેળવી હોય. લગ્ન ન કરેલ હોય તેવા ઉમેદવારો
એક્ઝિક્યુટિવ, ટેકનિકલ અને એજ્યુકેશનલ બ્રાંચમાં દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત વગેરે વિશે જાણવા માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
155
શૈક્ષણિક લાયકાત
દરેક પોસ્ટ માટે અલગ અલગ
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારો દ્વારા મેળવેલા સામાન્ય ગુણના આધારે ઉમેદવારોની અરજીનું શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે. ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા પછી ઉમેદવારોને SSB ઇન્ટરવ્યુ લેવામાં આવશે
ઓફિશિયલ વેબસાઈટ com પર જાઓ.
રજીસ્ટ્રેશન અથવા લોગીન કરો.
તમા અરજી કરવા માંગતા બ્રાંચ પ્રમાણે એપ્લિકેશન ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો.
તમામ જરૂરી દસ્તાવેજો અને ફોટોગ્રાફ અપલોડ કરો.
હવે ફોર્મ સબમીટ કરો,
જરૂરી હોય તો ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.
ઉમેદવારો આ પદો માટે 12 માર્ચ, 2022 સુધી અરજી કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને શરૂઆતમાં 10 વર્ષ માટે શોર્ટ સર્વિસ કમિશન (SSC) આપવામાં આવશે. ઈન્ડિયન નેવીમાં આ 10 વર્ષ મહત્તમ 4 વર્ષ અથવા બે ટર્મમાં વધારી શકાય છે. આ વધારો ઉમેદવારની સર્વિસ રિક્વાયરમેન્ટ, કામગીરી, મેડિકલ લાયકાત અને ઉમેદવારોની ઇચ્છાને આધારે રહેશે.
ઉમેદવારો દ્વારા મેળવેલા સામાન્ય ગુણના આધારે ઉમેદવારોની અરજીનું શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે. ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા પછી ઉમેદવારોને SSB ઇન્ટરવ્યુ લેવામાં આવશે. ઇન્ટરવ્યુ પછી તબીબી તપાસ કરવામાં આવશે અને પછી ખાલી જગ્યાઓ અનુસાર તમામ એન્ટ્રીઓ માટે SSB માર્કસના આધારે અંતિમ મેરિટ જાહેર કરવામાં આવશે.
પસંદગી પામેલા ઉમેદવારો 23 જાન્યુઆરી 2023 થી એઝિમાલા, કેરલામાં તેમની બ્રાંચમાં ફરજ બજાવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર