Home /News /gujarat /

અમદાવાદ : કોરોનાના જાહેર થતા આંકડા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નારાજ, જાણો શું કરી ટકોર

અમદાવાદ : કોરોનાના જાહેર થતા આંકડા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નારાજ, જાણો શું કરી ટકોર

છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં (Coronavirus case)ઉછાળો આવ્યો છે (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Coronavirus case - છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં (Coronavirus case)ઉછાળો આવ્યો છે. જેને લઇને રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. પરંતુ જે આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવે છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં (Coronavirus case)ઉછાળો આવ્યો છે. જેને લઇને રાજ્યનું આરોગ્ય તંત્ર (Health system)દોડતું થયું છે. પરંતુ જે આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવે છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આ સવાલો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association)તરફથી ઉઠ્યા છે. રાજ્યમાં (Gujarat)કોરોનાના જાહેર કરવામાં આવતી આંકડાકીય માહિતી બાબતે ઇન્ડિયન મેડીકલ એસોસિએશનએ ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ લેબોરેટરી ટેસ્ટિંગ પદ્ધતિ મામલે પણ IMA ગુજરાતએ સવાલો ઉઠાવ્યા છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા આંકડકીય માહિતી મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ સવાલ ઉઠાવ્યા છે. કોરોના પોઝિટિવના આંકડામાં ઓમિક્રોનથી કેટલા દર્દી સંક્રમિત, ડેલ્ટાથી કેટલા સંક્રમિત તેનું બાયફરકેશન તેમજ જે દર્દીઓ પોઝિટિવ આવે છે તેમાં વેકસીન લીધેલા કેટલા વેકસીન વગરના કેટલા તેવી માહિતી જાહેર કરવા IMA ગુજરાતની માંગ છે. સાથે જ ગુજરાતમાં જીનોમ સિક્વન્સ માટે એક જ લેબ છે. જેથી આવી લેબ વધારવા માટે અને ટેસ્ટિંગ વધારવા માટેની માંગ કરવામાં આવી છે.

ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના ગુજરાત ચેપ્ટરના મીડિયા કોઓર્ડીનેટર ડોક્ટર મુકેશ મહેશ્વરીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલ રાજ્યમાં કોરોનાનો ભરડો મજબૂત બની રહ્યો છે. એવામાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ બાબતે પ્રોપર આંકડા જાહેર થાય એ તે જરૂરી છે. હાલમાં જે આંકડા જાહેર થઈ રહ્યા છે તેમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ અને ઓમ્ક્રોન વેરિયન્ટના અલગ-અલગ આંકડા ઉપરાંત વેક્સીન લેનારને અને વેક્સીન નહી લેનારના સંક્રમણ બાબતના પણ અલગ-અલગ આંકડા જાહેર થવા જોઈએ. જેના કારણે એ ખ્યાલ આવી શકે કે વેકસીનની અસરકારકતા કેટલી રહી છે. અને કોઈને વેકસીનનો બુસ્ટર ડોઝ આપવાની આપવાની જરૂરિયાત છે કે નહીં.

આ ઉપરાંત ગુજરાતમાં દર્દીઓના ખાસ કરીને હાઇ રિસ્ક વાળા દેશમાંથી આવતા લોકોના જ RTPCR ટેસ્ટ કરવામાં આવે છે. જેની જગ્યાએ વિદેશથી આવતા તમામ લોકોના RTPCR ટેસ્ટ ફરજિયાત કરવા જોઈએ. અને ક્વોરન્ટાઇન પિરિયડ પણ રાખવો જોઈએ. આ ઉપરાંત રાજ્યમાં જીનોમ સિક્વન્સ માટે માત્ર એક જ લેબોરેટરી છે જેના કારણે રિપોર્ટ આવામાં સમય લાગે છે. જેની જગ્યાએ રાજ્યમાં લેબોરેટરી પણ વધારવી જોઈએ કે પછી ટેસ્ટિંગ વધારવા જોઈએ. હાલમાં કોરોનાની બીજી લહેર વખતે જેટલા ટેસ્ટ થતા હતા તેટલા જ ટેસ્ટ થઈ રહ્યા છે. જેની કેપેસિટી વધારવાની જરૂરિયાત છે. આ મામલે ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના સભ્યો ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરની મુલાકાત લઈ જરૂરી સૂચનો કરશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन