કડકડતી ઠંડીમાં પણ લદ્દાખથી નહીં હટે ભારતીય સેના, ચીન સામે કરી છે ખાસ તૈયારી

પર્વતીય ક્ષેત્રનાં તમામ મુખ્ય સ્થાનો પર સૈન્ય દળો, ટેંકો અને અન્ય હથિયારોની હાલની સંખ્યાને ઠંડીના મહિનાઓમાં પણ ત્યાં જ રહેવા દેવાની તૈયારી કરી રહી છે.

પર્વતીય ક્ષેત્રનાં તમામ મુખ્ય સ્થાનો પર સૈન્ય દળો, ટેંકો અને અન્ય હથિયારોની હાલની સંખ્યાને ઠંડીના મહિનાઓમાં પણ ત્યાં જ રહેવા દેવાની તૈયારી કરી રહી છે.

 • Share this:
  દિલ્હી : ભારતીય સેના (Indian Army) પૂર્વી લદ્દાખમાં (East Ladakh) ચીનની (China) સાથે સીમા વિવાદને (Border Dispute) સુલઝાવવાનાં સંકેત ન મળતા પર્વતીય ક્ષેત્રનાં તમામ મુખ્ય સ્થાનો પર સૈન્ય દળો, ટેંકો અને અન્ય હથિયારોની હાલની સંખ્યાને ઠંડીના મહિનાઓમાં પણ ત્યાં જ રહેવા દેવાની તૈયારી કરી રહી છે. આ અંગેની જાણકારી રાખનારા અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, ભારતીય વાયુસેના વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે સીમાવર્તી સૈન્ય અડ્ડાઓ પર વધારે સતર્ક રહેશે. આ સાથે નૌસેના પણ ચીન પર દબાણ રાખવા માટે હિંદ મહાસાગર ક્ષેત્રમાં આક્રમક રીતે જ તહેનાત રહેશે.

  તેમણે કહ્યું કે, ભારતીય સેના પૂર્વી લદ્દાખમાં લાંબા સમય સુધી તહેનાત રહેવા માટે ઘણી તૈયારીઓ કરી રહી છે. સૈન્ય વાર્તાના પાંચમા દૌરના સંબંધમાં ચીની સેનાએ હાલ કોઇ પુષ્ટી નથી કરી. આ મંત્રણા આ સપ્તાહ થવાની શક્યતા હતી. અધિકારીઓએ જણાવ્યું કે, શીર્ષ સૈન્ય અધિકારીઓ અને સ્મારક વિશેષજ્ઞોએ પૂર્વી લદ્દાખમાં એલએસી અને અન્ય સ્થાનો પર સમગ્ર હાલતની શનિવારે આખી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો.

  આ પણ વાંચો - CISF કર્મીઓએ FB, Twitter એકાઉન્ટની આઈડી આપવી પડશે, નહીં તો થશે કાર્યવાહી

  હત્વનું છે કે, ભારતીય સેના આ વખતે 1962 જેવી ચીનની દગાખોરીનું પુનરાવર્તન કરવા દેવા નથી માંગતું. ભારતીય સેનાએ જે સેટેલાઈટ તસવીરો મેળવી છે તેના આધારે ચીને સરહદથી થોડે દૂર સૈન્ય પરત ખેંચ્યું છે પણ ત્યાંથી થોડે દૂર વધુ સૈન્યને ખડકી દીધું છે અને તેની સાાથે વિમાનો, ટેન્કરો, શસ્ત્રોનો પણ જમાવડો કર્યો છે. ભારતે પણ આની સામે છેલ્લા કેટલાક દિવસોથી સરહદે સૈન્ય બળ અને સરંજામ વધાર્યો છે. ભારતે ચીનના દાવાને નકાર્યો છે કે, 'લદ્દાખ સરહદે તમે સૈન્ય પરત થોડી માત્રામાં જ ખસેડયું છે. આપણી વચ્ચે સમજૂતી થઈ હતી તે પ્રમાણે વિશ્વાસનું વાતાવરણ કેળવાય તેવું તો આ 'ડિસએન્ગેન્જમેન્ટ' નથી જ.'

  આ પણ જુઓ-   ભારતના વિદેશ મંત્રાલયે પણ ચીનને જણાવી દીધું છે કે, હજુ અમારે અમારી શરતો પૂરી થાય તે માટે ચીન સાથે એક મંત્રણા યોજવી પડશે. જેમાં ચીનને જણાવી શકીએ કે, શું કરવાનું બાકી છે
  Published by:user_1
  First published: