ચીની સેનાને પાઠ ભણાવવા માટે ભારતીય સૈનિકોને મળી પૂરી છૂટઃ સૂત્ર

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે ફરી એકવાર ત્રણ સેનાઓના પ્રમુખો અને CDS બિપિન રાવતની સાથે બેઠક કરી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે ફરી એકવાર ત્રણ સેનાઓના પ્રમુખો અને CDS બિપિન રાવતની સાથે બેઠક કરી

 • Share this:
  અમિતાભ સિન્હા, નવી દિલ્હીઃ પૂર્વ લદાખ (East Ladakh)ની ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત (India) અને ચીન (China)ના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક સંઘર્ષ બાદથી બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે. ચીનની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ આજે ફરી એકવાર ત્રણ સેનાઓના પ્રમુખો અને CDS બિપિન રાવતની સાથે બેઠક કરી છે. સૂત્રો મુજબ, સશસ્ર્ન દળોને ચીન તરફથી થનારા કોઈપણ આક્રમક વ્યવહારનો સામનો કરવા માટે પૂરી આઝાદી આપવામાં આવી છે.

  સૂત્રોનું કહેવું છે કે આર્મીને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ વાસ્તવિક સ્થિતિ અનુસાર જાતે નિર્ણય લે. રાજનાથ સિંહની આ બેઠક તેમના રશિયા પ્રવાસ પહેલા થઈ છે. આ બેઠકને ઘણી અગત્યની માનવામાં આવી રહી છે, કારણ કે ચીન સાથે વધેલા તણાવ બાદથી આર્મીને પ્રોત્સાહન આપવાની જરૂર હતી.

  ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક સંઘર્ષની ઘટના સામે આવ્યા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ત્રણ સેના પ્રમુખો સાથે આ મામલે બેઠક કરી હતી. ચીનની સાથે થયેલા ઘર્ષણ બાદથી ત્રણેય સેનાઓને અલર્ટ પર રાખવામાં આવી છે.

  આ પણ વાંચો, ગલવાનમાં સંઘર્ષ બાદ ભારતીય સેનાએ ચીનના કર્નલને બંધક બનાવ્યા હતાઃ સૂત્ર

  નોંધનીય છે કે, 18 જૂને ત્રણેય સેનાઓના પ્રમુખ અને CDS બિપિન રાવતની સાથે રક્ષા મંત્રીની બેઠકમાં ચીનની દરેક હરકત પર નજર રાખવાની વાત કહેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ચીનનની નેવીને કડક સંદેશ આપવા માટે હિન્દ મહાસાગરમાં પણ ઈન્ડિયન નેવીએ પોતાની તૈનાતી વધારી દીધી છે.

  બીજી તરફ, ચીનની સરહદ પર પોતાના બે આધુનિક હૅલિકોપ્ટર-ચિનુક અને અપાચેને તૈનાત કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈન્ડિયન એરફોર્સે ચંદીગઢથી ચિનૂક હૅલિકોપ્ટરને મોકલ્યા છે, જ્યારે પઠાણકોટથી અપાચે હૅલિકોપ્ટરને LAC પર તૈનાત કરવામાં આવ્યા છે.  ત્રણેય સેનાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી

  નોંધનીય છે કે, સરહદ પર મિગ, હરક્યૂલિસ, મિરાજ, સુખોઈ વિમાન પહેલાથી જ LAC પર તૈનાત છે. જેથી આર્મી, નેવી અને એરફોર્સને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, સરકારે ત્રણેય સેનાઓને કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. આ ઉપરાંત નેવીને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પોતાની સતર્કતા વધારવા માટે કહેવામાં આવ્યું છે.

  આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો, બંને સાથે કરી રહ્યા છે વાત
  Published by:user_1
  First published: