Join Indian Air Force 2020: ભારતીય વાયુસેના (Indian Air Force)માં સામેલ થવા માટે રાહ જોઈ રહેલા યુવાઓ માટે ખુશખબર છે. વાયુ સેનાએ એરમેનની પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતીઓ ગ્રુપ એક્સ અને વાયમાં કરવામાં આવશે. આ પદો પર ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ airmenselection.cdac.in પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે. આ પદો પર અરજીની પ્રક્રિયા 2 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે અને 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેથી ઉમેદવાર આ તારીખ સુધી કે તે પહેલા ઑનલાઇન અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
ગ્રુપ X લાયકાત ગ્રુપ Xની પોસ્ટ પર અરજી માટે ઉમેદવાર માન્યતા પ્રાપ્ત બોર્ડથી વિજ્ઞાન પ્રવાહ (Science Stream)માં ધોરણ-12 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા અને ડિગ્રી હોવી જોઈએ.
ગ્રુપ Y લાયકાત ગ્રુપ Yની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી કોઈ પણ સ્ટ્રીમમાં 50 ટકા માર્ક સાથે ધોરણ-12 પાસ હોવું જરૂરી છે.
ઉંમર : આ પદો પર અરજી કરવા માટે મહત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.