Home /News /gujarat /ભારત સારા પાડોશી સંબંધો ઇચ્છે છે, પણ... વિદેશમંત્રી એસ. જયશંકરે ચીન પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો
ભારત સારા પાડોશી સંબંધો ઇચ્છે છે, પણ... વિદેશમંત્રી એસ. જયશંકરે ચીન પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો
જયશંકરે સાયપ્રસમાં કહ્યું કે, કોઈ પણ દેશે એટલો આતંકવાદ સહન નથી કર્યો જેટલો ભારતે કર્યો છે.
ચીન સાથેની સરહદના વિવાદિત મુદ્દાઓ પર જયશંકરે કહ્યું હતું કે, ભારત વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને એકતરફી રીતે બદલવાના કોઈપણ પ્રયાસ માટે ક્યારેય સંમત નહીં થાય.
નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે (External affairs minister S. Jaishankar) શુક્રવારે સાયપ્રસમાં ભારતીય સમુદાય (Indian community in Cyprus.) સાથે વાતચીત કરતા પાકિસ્તાન અને ચીનને કડક સંદેશ (Strong Massage to Pakistan And China) આપ્યો છે. વિદેશ પ્રધાને પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે, ભારત દરેક સાથે સારા પાડોશી સંબંધો ઇચ્છે છે, પરંતુ તેનો અર્થ આતંકવાદને "માફી" આપવાનો નથી. ચીન સાથેની સરહદના વિવાદિત મુદ્દાઓ પર જયશંકરે કહ્યું હતું કે, ભારત વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને એકતરફી રીતે બદલવાના કોઈપણ પ્રયાસ માટે ક્યારેય સંમત નહીં થાય.
9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ (Indian and the Chinese troops clashed in the Tawang) થયાના કેટલાક દિવસો પછી આ નિવેદનો સામે આવ્યા છે. સરકારે કહ્યું કે, ભારતીય સૈનિકોને કોઈ જાનહાનિ થઈ નથી, આપણા જવાનોએ ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. બીજી બાજુ, આતંકવાદના મુદ્દા પર તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આકરી તકરાર જોવા મળી હતી.
જયશંકરે સાયપ્રસમાં કહ્યું કે, કોઈ પણ દેશે એટલો આતંકવાદ સહન નથી કર્યો જેટલો ભારતે કર્યો છે અને અમે તે બાબતે ખૂબ જ સ્પષ્ટ છીએ કે અમે આતંકવાદને ક્યારેય સ્વીકારીશું નહીં. અમે ક્યારેય આતંકવાદને અમને ટેબલ પર વાતચીત કરવા માટે દબાણ કરવા દઈશું નહીં. અમે દરેકની સાથે સારા પાડોશી સંબંધો ઇચ્છીએ છીએ પરંતુ તેનો અર્થ એ નથી કે આતંકવાદને નજરઅંદાજ કરવો અથવા તેને ટાળવો કે તેને તર્કસંગત બનાવવો. આ અંગે અમે ખૂબ જ સ્પષ્ટ છીએ.
જયશંકરે વધુમાં ઉમેર્યું કે, બીજું, તે સત્ય છે કે આપણી સરહદો છે. કોવિડ-19 સમયગાળા દરમિયાન પડકારો વધુ તીવ્ર બન્યા હતા. અને તમે બધા જાણો છો કે ચીન સાથેના અમારા સંબંધોની સ્થિતિ સામાન્ય નથી કારણ કે અમે વાસ્તવિક નિયંત્રણ રેખાને એકતરફી રીતે બદલવાના કોઈપણ પ્રયાસ માટે ક્યારેય સંમત નહીં થઈએ.
રાષ્ટ્રીય સુરક્ષા અંગે જયશંકરે કહ્યું કે, ભારત તરફથી જે સંદેશ જાય છે તે દ્રઢતાનો છે. ડિપ્લોમેસી પર, હું કહી શકું છું કે આ સમયે ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે કારણ કે ભારતને આજે મજબૂત અર્થતંત્ર તરીકે જોવામાં આવી રહ્યું છે અને તેવું રાષ્ટ્ર જે સમસ્યાઓના સમાધાનમાં હંમેશા તત્પર રહેશે. ભારતને એક એવા દેશ તરીકે પણ જોવામાં આવે છે જે સ્વતંત્ર છે અને હિંમત સાથે ઉભો રહી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર