ind vs nz કે.એલ. રાહુલ કેપ્ટન બને ત્યારે સિનિયર ખેલાડીઓને આરામ આપવા માંગે છે બીસીસીઆઈ
IND vs NZ: એક બાજુ કોહલીના સ્થાને રોહિત શર્માને ફૂલ ટાઇમ કેપ્ટનશીપ આપવાની વાત બીજી બાજુ ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે રાહુલનું નામ ચર્ચામાં. ટીમ ઈન્ડિયાને જરૂર છે સાચા નેતૃત્વની
વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) બાદ ભારતીય ટીમના કેપ્ટનપદેથી (Captaincy of Team india) રાજીનામું આપવાની જાહેરાત કરી ચુક્યો છે. ભારતની ન્યૂઝીલેન્ડ (Ind Vs Nz)અને પાકિસ્તાન (indvspak) સામે મોટી હાર થઈ છે. ટી-20 વર્લ્ડકપમાં ભારતનો એવો ધબ઼ડકો બોલી ગયો છે કે ચાહકો સાથે બોર્ડ પણ આકરા પાણીએ છે. અગાઉથી જ નવા (Rohit Sharma New captain of team india) કેપ્ટન તરીકે રોહિત શર્માાનું નામ ચર્ચાની એરણે હતું. હવે અહેવાલો આવી રહ્યા છે કે આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ટી-20ના નવા કેપ્ટન તરીકે કે.એલ. રાહુલને કમાન સોંપવામાં આવી શકે છે (K.L. Rahul T20 Captain) રાહુલે ભલેને વર્લ્ડકપમાં કઈ ન ઉકાળ્યું હોય પરંતુ તેને કેપ્ટન બનાવવાની ચર્ચાઓ હાલ જોરમાં છે. જોકે, આ પ્રકારના નિર્ણયો સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવતા હોય છે.
વિરાટ કોહલીએ આપ્યું છે રાજીનામું : ધોનીએ કેપ્ટનશીપ છોડી ત્યારથી ટીમમાં ટી-20, વનડે અને ટેસ્ટ કેપ્ટન તરીકે કોહલી જ રમી રહ્યો હતો. કોહલીની કેપ્ટનશીપમાં ભારતનો ધબડકો બોલી ગયો છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. હારના નવા નવા રેકોર્ડ વિરાટ સેનાએ પોતાના નામે નોંધાવ્યા છે. હવે ગાંગુલી રાજમાં આ ચલાવી લેવામાં આવે તેવું શક્ય નથી. કોહલીએ વર્લ્ડકપ પહેલાં જ પોતાના કેપ્ટનશીપ પદેથી રાજીનામાની જાહેરાત કરી દીધી છે. આ સ્થિતિમાં રાહુલ કેપ્ટન બની અને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ચમત્કાર કરે તો નવાઈ નહીં.
વિરાટ કોહલીએ ટી 20 કેપ્ટન પદ છોડવાની ચર્ચા કરી છે ત્યારે ટી20 ફોર્મેટમાં શર્મા ભારતનો ત્રીજો પૂર્ણ-સમયનો કેપ્ટન હશે. સુરેશ રૈના અને વીરેન્દ્ર સહેવાગે પણ ટી 20 આંતરરાષ્ટ્રીયમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. રોહિત શર્મા સૌથી સફળ આઈપીએલ કેપ્ટન છે જેણે 59.68 ની જીત ટકાવારી સાથે પાંચ ટાઇટલ જીત્યા છે. દરમિયાન તેણે ભારત માટે 19ટી 20 આંતરરાષ્ટ્રીય મેચનું નેતૃત્વ કર્યું છે.
ન્યૂઝીલેન્ડ ભારતની ત્રણ ટી-20 મેચની સીરિઝ છે. આ મેચમાં પ્રથમ મેચ 17મી નવેમ્બરે જયપુરમાં રમાવાની છે જ્યારે બીજી મેચ 19મી નવેમ્બરે રાંચીમાં રમાવવાની છે. જ્યારે ત્રીજી મેચ 21મી નવેમ્બરે કોલકત્તામાં રમાવવાની છે. આ સિરિઝ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટની શ્રેણી પણ રમાવવાની છે. જેમાં એક કાનપુરમાં 25-29 નવેમ્બર અને એક 3-7 ડિસેમ્બરે મુંબઈમાં રમાશે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર