ભારતમાં બેરોજગારીની સ્થિતી દિવસેને દિવસે વણસી રહી છે, Unemployment Rate આટલો વધ્યો

News18 Gujarati
Updated: August 10, 2020, 6:46 PM IST
ભારતમાં બેરોજગારીની સ્થિતી દિવસેને દિવસે વણસી રહી છે, Unemployment Rate આટલો વધ્યો
પ્રતિકાત્મક તસવીર

CMIEના આંકડા મુજબ દેશના ગ્રામીણ ક્ષેત્રો કરતા શહેરી ક્ષેત્રોમાં બેરોજગારીની સંખ્યા વધી છે.

  • Share this:
કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરમાં અનેક લોકો અત્યાર સુધીમાં પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. ભારત પણ આ વાતથી બચી નથી શક્યું. તેવામાં ભારતમાં બેરોજગારીનો રેટ પાંચ સપ્તાહમાં સૌથી ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો છે. ગ્રામીણ ભારતમાં સ્થિતિ સૌથી ખરાબ છે. વાવણીની સીઝન પૂરી થઇ જવાના કારણે બેરોજગારી રેટ આઠ સપ્તાહના ઉચ્ચતમ સ્તરે પહોંચી છે. 09 ઓગસ્ટે ભારતમાં ઓવરઓલ બેરોજગારીનો દર 8.67 ટકા સુધી પહોંચ્યા છે અને ગ્રામીણ ભારતમાં તે 8.37 ટકા રહ્યો છે.

સીએમઆઇઇના (Centre of Monitoring Indian Economy- CMIE) આંકડા મુજબ 02 ઓગસ્ટને પૂરા થયેલા સપ્તાહમાં ભારતમાં બેરોજગારી 7.19 ટકા હતી. એક મહિના પહેલા 12 જુલાઇએ પૂરા થયેલા સપ્તાહમાં તે 7.43 હતી પણ હવે તે 8.67 ટકા પર પહોંચી ગઇ છે. ગ્રામીણ ભારતની વાત કરીએ તો ગત સપ્તાહના બદલે બેરોજગારી દરમાં બે ટકાનો વધારો થયો છે. 02 ઓગસટે તે 6.47 ટકા હતો જે વધીને 8.37 ટકા થઇ ગયો છે.

વધુ વાંચો : #PHOTOS : શ્રાવણ માસના ત્રીજા સોમવારે કરો સોમનાથ મંદિરનાઘરે બેઠા દર્શન

CMIEના આંકડા મુજબ દેશના ગ્રામીણ ક્ષેત્રો કરતા શહેરી ક્ષેત્રોમાં બેરોજગારીની સંખ્યા વધી છે. કોરોનાના કારણે લોકડાઉનમાં ઢીલ આપતા શહેરમાં જ્યાં બેરોજગારી થોડી ઓછી થઇ છે પણ એક વાર ફરી ટ્રેન્ડ બદલાયો છે અને શહેરી બેરોજગારીમાં પણ વધારો જાવો મળ્યો છે. આ સપ્તાહે શહેરી બેરોજગારી દર 9.31 ટકા પહોંચ્યો છે. જે પહેલા 8.73 ટકા હતો.

વધુ વાંચો : આયરલેન્ડથી ફેસબુક સ્ટાફે દિલ્હી ફોન કરી મુંબઇમાં આત્યહત્યાનો પ્રયાસ થતો રોકાવ્યો!

વિશેષજ્ઞોનું કહેવું છે કે એગ્રીકલ્ચર સેક્ટરમાં કામની અછત અને વાવણીની સીઝન પૂરી થવાથી પ્રવાસી મજૂર શહેરોની તરફ પાછા ફર્યા છે. પણ મેન્યુફેક્ચરિંગ અને ટેક્સટાઇસ સેક્ટરમાં સુસ્તીના કારણે બેરોજગારીની સમસ્યા વધી છે.

ડિમાન્ડ ઓછી હોવાના કારણે ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. કોરોના વાયરસના વધતા કેસના કારણે અને રાજ્યોમાં મીની લોકડાઉનની સ્થિતિ છે. આ કારણે બેરોજગારી દર વધ્યો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે વેપાર પર કોરોનાની ખૂબ જ વ્યાપક અસર થઇ છે. આ કારણે ફોર્મલ સેક્ટરમાં બેરોજગારીનો દર 10 થી 12 ટકા થયો છે.
Published by: Chaitali Shukla
First published: August 10, 2020, 6:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading