Home /News /gujarat /

Top Five Indian Whiskey : ભારતની ટોપ 5 ભારતીય વ્હિસ્કી બ્રાન્ડ્સ: દુનિયાભરના પ્યાસીઓ છે જેના દિવાના

Top Five Indian Whiskey : ભારતની ટોપ 5 ભારતીય વ્હિસ્કી બ્રાન્ડ્સ: દુનિયાભરના પ્યાસીઓ છે જેના દિવાના

ભારતની ટોપ 5 ભારતીય વ્હિસ્કી બ્રાન્ડ્સ

Top Five Indian Whiskey : શું તમને ખબર છે કે, ભારતની ઘણી બ્રાન્ડ્સ સમગ્ર વિશ્વમાં સારુ પ્રદર્શન કરે છે. જેમાં પોલ જ્હોન સિંગલ માલ્ટ વ્હિસ્કી (Paul John Single Malt Whiskey), વુડબર્ન્સ વ્હિસ્કી (Woodburns Whiskey), અમૃત સિંગલ માલ્ટ વ્હિસ્કી (amrut single malt whisky), રામપુર સિંગલ માલ્ટ વ્હિસ્કી (rampur single malt whisky), ઓફિસર્સ ચોઈસ (Officers choice)નો સમાવેશ થાય છે.

વધુ જુઓ ...
    ભારતીયોની વ્હિસ્કી (Whiskey) પસંદગી બાબતે ટોચનું સ્થાન ધરાવે છે. સૌથી વધુ ડાઈવર્સ સ્પિરીટમાંની એક હોવાને કારણે વ્હિસ્કીનો વિશાળ ફેન બેસ છે અને આ ફેન બેઝ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની ઘણી બ્રાન્ડ્સ સમગ્ર વિશ્વમાં સારુ પ્રદર્શન કરે છે.

    બ્લેન્ડેડ બેવરેજીસથી લઈને સિંગલ માલ્ટ સ્પિરિટ્સ સુધીની અહીં કેટલીક બ્રાન્ડ્સની જાણકારી આપવામાં આવી છે. આ બ્રાન્ડ્સનું ભારતમાં ફરમેન્ટ, ડિસ્ટિલ્ડ અને મેન્યુફેક્ચરર થાય છે અને ગ્લોબલ માર્કેટમાં સૌથી વધુ લોકપ્રિય આંતરરાષ્ટ્રીય વ્હિસ્કી બ્રાન્ડ્સની સમકક્ષ છે.
    પોલ જોન સિંગલ માલ્ટ વ્હિસ્કી

    અસંખ્ય આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા પછી પોલ જ્હોન સિંગલ માલ્ટ વ્હિસ્કી (Paul John Single Malt Whiskey) દરેક પ્રસંગમાં ભારતીયતાને ઉજાગર કરે છે. આ બેવરેજીસ દરેક સીપ હળદર, મીઠું સોલ્ટેડ બટર, વરિયાળીના બીજ, ટોફી અને કેરેમેલનાસ્વીટ ટોનની સોડમ આપે છે. વ્હિસ્કી ગોવા રાજ્યમાંથી આવે છે. વ્હિસ્કીના સલાહકાર જીમ મુરેએ સિંગલ માલ્ટ સ્પિરિટને “લિક્વિડ ગોલ્ડ એવોર્ડ” આપ્યો છે.
    વુડબર્ન વ્હિસ્કી

    ગોવાના કિનારેથી આવતી બીજી વ્હિસ્કી વુડબર્ન્સ વ્હિસ્કી (Woodburns Whiskey) છે. આ વ્હિસ્કી તમારા પેલેટ્સને એક્ટિવ કરે છે. તે કેન્ડેપરમાં પરિવાર દ્વારા સંચાલિત ડિસ્ટિલરીમાં બનાવવામાં આવે છે. વ્હિસ્કીને ઓક બેરલમાં પકવવામાં આવે છે, જે બેવરેજને પીટી અને સ્મોકી ફિનિશ આપે છે.
    અમૃત ફ્યુઝન સિંગલ માલ્ટ વ્હિસ્કી

    અમૃતે 2010માં જીમ મુરે દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે અને તેને "થર્ડ બેસ્ટ વ્હિસ્કી ઈન ધ વર્લ્ડ" નું બિરુદ પણ મેળવ્યું છે. અમૃત સિંગલ માલ્ટ વ્હિસ્કી બેંગ્લોરની અમૃત ડિસ્ટિલરીઝમાં બનાવવામાં આવે છે. તે ભારતીય મૂળ સાથેની પ્રથમ સિંગલ માલ્ટ વ્હિસ્કી હતી.
    રામપુર સિલેક્ટ સિંગલ માલ્ટ વ્હિસ્કી

    મોલાસીસ આધારિત વ્હિસ્કી બનાવવાના 50 વર્ષના અનુભવ સાથે મૂળ રામપુર ડિસ્ટિલરીઝ તરીકે ઓળખાતી રેડિકો ખેતાને 2016માં રામપુર સિંગલ માલ્ટ વ્હિસ્કીની શોધ કરી હતી. તેના આગમન પછી વ્હિસ્કીએ આંતરરાષ્ટ્રીય બજારમાં અસાધારણ રીતે સારો દેખાવ કર્યો છે.

    આ પણ વાંચોInspiration: બાળપણમાં જ ભણતર છોડેલી માતાએ પોતાના બાળકોને બનાવ્યા IAS-IPS, જાણો સંઘર્ષની કહાની
    ઓફિસર્સ ચોઈસ

    એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ નામની મુંબઈ સ્થિત ડિસ્ટિલરીનું ઉત્પાદન ઓફિસર્સ ચોઈસ, ગ્રેઈન બેઝ્ડ વ્હિસ્કી છે. ભારતની આ સસ્તી અને લોકપ્રિય વ્હિસ્કી બ્રાન્ડ આંતરરાષ્ટ્રીય બારમાં પણ લોકપ્રિય છે.
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, Life style, Life Style News

    આગામી સમાચાર