Virtual Reality Flight Simulator: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્ઝિબિશનના ઉદઘાટન બાદ આ સિમ્યુલેટરમાં બેસીને વર્ચ્યુઅલ પાયલટ ટ્રેનિંગની સફર માણી હતી. વર્ચ્યુઅલ રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર ઉપયોગ પાયલોટ્સને ટ્રેનિંગ આપવા માટે થાય છે. પહેલા સંપૂર્ણ રીતે વિદેશી સાધનો પર નિર્ભર રહેતુ ભારત હવે જાતે સંરક્ષણના સાધનો બનાવવા લાગ્યું છે.
Defense Expo 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્ઝિબિશનના ઉદઘાટન બાદ આ સિમ્યુલેટરમાં બેસીને વર્ચ્યુઅલ પાયલટ ટ્રેનિંગની સફર માણી હતી. વર્ચ્યુઅલ રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર ઉપયોગ પાયલોટ્સને ટ્રેનિંગ આપવા માટે થાય છે. અત્યાર સુધી ભારતમાં આ પ્રકારનું સિમ્યુલેટર વિદેશથી આયાત કરવામાં આવતું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 100થી 150 કરોડ જેટલી થતી હતી. પહેલા ભારતે સંપૂર્ણ રીતે વિદેશી સાધનો પર નિર્ભર રહેવું પડતુ હતુ. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. ભારત હવે જાતે સંરક્ષણના સાધનો બનાવવા લાગ્યું છે.
સૌ પ્રથમ વર્ચ્યુઅલી રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનથી પ્રેરિત થઈને પેરાલેક્સ લેબ્સ દ્વારા વર્ચ્યુઅલ રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર તૈયાર કરાયું છે. જે ભારતમાં તૈયાર થયેલું સૌ પ્રથમ વર્ચ્યુઅલી રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર છે. આ ફ્લાઇટ સિમ્યુલેટર અંદાજિત રૂ. 1 થી 1.5 કરોડમાં તૈયાર થાય છે. જે વિદેશથી લાવવામાં આવતા સાધનો કરતા ઘણા ઓછા ખર્ચે તૈયાર થાય છે. જેથી દેશની આવકમાં વધારો થશે અને સાથે સાથે દેશ આત્મનિર્ભર બનશે.
મહત્વની બાબત એ છે કે, આ સિમ્યુલેટરના બધા જ પાર્ટસ ભારતમાં નિર્માણ પામ્યા છે. આ વર્ચ્યુઅલ રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટરમાં વિવિધ 10 થી 12 પ્રકારના વાતાવરણની સ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. જેમાં થન્ડરસ્ટ્રોમ, રેઈની, ક્લાઉડી ઉપરાંત એન્જિન ફેઈલ જેવી કપરી પરિસ્થિતિની તાલીમ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન પાયલટ આ પરિસ્થિતિનો વર્ચ્યુઅલ અનુભવ કરી શકે છે. દેશ હવે આધુનિક તકનિકમાં વિકાસ કરવા તરફ આગળ વધી રહ્યો છે. જે ભારતના ઉજ્જવળ ભવિષ્ય તરફ નિશાની કરે છે.
સંરક્ષણ ક્ષેત્રના વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ્સનું પ્રદર્શન
આ કાર્યક્રમમાં થન્ડરસ્ટ્રોમ, રેઈની, ક્લાઉડી વેધર ઉપરાંત એન્જિન ફેઈલ જેવી કપરી પરિસ્થિતિમાં પાયલટને પડતી મુશ્કેલીઓનો મુલાકાતીઓએ વર્ચ્યુઅલી અનુભવ કર્યો હતો. ડિફેન્સ એક્સપો 2022 અંતર્ગત ગાંધીનગરના હેલીપેડ એક્ઝીબિશન સેન્ટર ખાતે સંરક્ષણ ક્ષેત્રના વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ્સનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. જેમાં મુંબઈની પેરાલેક્સ લેબ્સ દ્વારા નિર્માણ કરવામાં આવેલુ વર્ચ્યુઅલી રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર