Home /News /gujarat /

India-Nepal Rail Network: 8 વર્ષ પછી ભારત-નેપાળ ફરીથી રેલથી જોડાશે, જાણો શા માટે છે આ ટ્રેન સેવા ખાસ

India-Nepal Rail Network: 8 વર્ષ પછી ભારત-નેપાળ ફરીથી રેલથી જોડાશે, જાણો શા માટે છે આ ટ્રેન સેવા ખાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને પીએમ શેર બહાદુર દેઉબા (PM Sher Bahadur Deuba ) આજે ભારત-નેપાળ રેલ સેવા (India-Nepal Rail Network) નું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન સેવા બિહારના જયનગર અને કુર્થા, જનકપુર વચ્ચે દોડશે. ભારત-નેપાળ રેલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 69.08 કિમી છે અને બ્રોડગેજ રેલ લાઈન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને પીએમ શેર બહાદુર દેઉબા (PM Sher Bahadur Deuba ) આજે ભારત-નેપાળ રેલ સેવા (India-Nepal Rail Network) નું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન સેવા બિહારના જયનગર અને કુર્થા, જનકપુર વચ્ચે દોડશે. ભારત-નેપાળ રેલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 69.08 કિમી છે અને બ્રોડગેજ રેલ લાઈન છે.

વધુ જુઓ ...
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને પીએમ શેર બહાદુર દેઉબા (PM Sher Bahadur Deuba) આજે ભારત-નેપાળ રેલ સેવા (India-Nepal Rail Network) નું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન સેવા જયનગર (Bihar) અને કુર્થા, જનકપુર (Nepal) વચ્ચે ચાલશે. દિલ્હીના હૈદરાબાદ હાઉસથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંને નેતાઓ પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ભારત-નેપાળ વચ્ચેના આ રેલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 69.08 કિમી છે અને તે એક બ્રોડગેજ રેલ લાઇન છે, જેનો પ્રથમ તબક્કો એટલે કે જયનગર, બિહાર અને કુર્થા, જનકપુરની લંબાઈ 34.5 કિમી છે, જેનું આજે ઉદ્ઘાટન થવાનું છે.

    બાકીનો 34.58 કિલોમીટર લાંબો રેલ વિભાગ પણ ટૂંક સમયમાં શરૂ થશે જે નેપાળના બરડીબાસ સુધી જશે. 2.95 કિમી લંબાઈનો રેલ લાઈન પ્રોજેક્ટ ભારતમાં અને 65.75 નેપાળમાં છે.

    આ પણ વાંચો: NASA ના રોવરે મંગળ ગ્રહ પર એવો અવાજ રેકોર્ડ કર્યો કે જે સાંભળી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

    પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (PRO) બિરેન્દ્ર કુમાર કહે છે કે 'નેપાળથી જનકપુર ધામ જનારા શ્રદ્ધાળુઓ માટે આ રેલ લાઇન ખૂબ જ અનુકૂળ રહેશે, સેવાઓ શરૂ થયા બાદ મુસાફરી ખૂબ જ સરળ બનશે. વેપારને પણ વેગ મળશે પ્રવાસીઓ વધશે અને સરહદી વિસ્તારમાં વિકાસને વેગ મળશે.

    ભારત-નેપાળ રેલ લાઇનનો ઇતિહાસ (History of India-Nepal Rail Network )


    જયનગર, ભારત અને બૈજલપુર, નેપાળ વચ્ચે પ્રથમ ટ્રેન સેવા 1937 માં શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના સમયે આ રેલ્વે લાઈન નેરોગેજની હતી. 2001માં નેપાળમાં પૂર આવતાં સેવાઓ અટકી પડી હતી પરંતુ જયનગર અને જનકપુર વચ્ચેની ટ્રેન સેવા માર્ચ 2014 સુધી ચાલુ રહી હતી. આઠ વર્ષની લાંબી રાહ જોયા બાદ બંને દેશો ફરી એકવાર રેલ્વે લાઇન દ્વારા જોડાશે.

    જયનગર અને જનકપુર રેલ વિભાગની વિશેષતા


    આ રેલ વિભાગના રૂટ પર કુલ 8 સ્ટેશન અને 6 હોલ્ટ સ્ટેશન હશે. તેમજ 47 રોડ ક્રોસિંગ, 18 મોટા પુલ અને 127 નાના પુલ હશે. પેસેન્જર ટ્રેનો માટે રૂટ પરની ઝડપ 100 કિમી પ્રતિ કલાક અને માલસામાન ટ્રેનો માટે 65 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.

    ભારતીય રેલવેએ જુલાઈ 2021માં સ્પીડ ટ્રાયલ હાથ ધરી હતી અને ઓક્ટોબરમાં તેને સેવાઓ માટે સુરક્ષિત જાહેર કરી હતી. આ વિભાગ પર, ટ્રેન ભારતના બિહારના મધુબની જિલ્લા અને નેપાળના ધનુષા, મહોત્તરી અને સિરાહામાંથી પસાર થશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Indian railways, Nepal

    આગામી સમાચાર